કરણ અર્જુન એ 1995ની બોલિવુડની એક્શનથી ભરપુર ફિલ્મ છે જેનું નિર્દેશન અને નિર્માણ રાકેશ રોશન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, રાખી ગુલઝાર, મમતા કુલકર્ણી સહિત અનેક કલાકારો છે.રાકેશ રોશન દ્વારા નિર્દેશિત સુપરહિટ ફિલ્મ કરણ-અર્જુન ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. રાકેશ રોશને ખુલાસો કર્યો કે, કરણ અર્જુન માટે સલમાન ખાન પહેલી પસંદ ન હતા. તો ચાલો જાણીએ તેમણે આગળ શું કહ્યું છે.
એક મુલાકાતમાં દિગ્દર્શક અને નિર્માતાએ એ પણ ખુલાસો કર્યો કે શાહરૂખ ખાન શરૂઆતમાં ફિલ્મમાંથી પાછળ હટી ગયો હતો અને તેની જગ્યાએ આમિર ખાનને લેવામાં આવ્યો હતો. અજય દેવગણે ફિલ્મ છોડી દીધી પછી, સલમાન ખાનને લાવવામાં આવ્યો. આ પહેલી ફિલ્મ હતી જેમાં ઋતિક રોશન સહાયક દિગ્દર્શક હતા.
એક ખાસ વાતચીતમાં રાકેશ રોશને જણાવ્યું કે, તેમના અને તેમના સંવાદ લેખક સિવાય કોઈને પણ આ પ્રોજેક્ટમાં વિશ્વાસ નહોતો. તેમણે કહ્યું, “જ્યારે મેં ફિલ્મની જાહેરાત કરી, ત્યારે મારા બે ડિસ્ટ્રીબ્યુટર પીછેહઠ કરી કારણ કે ફિલ્મમાં બે રોમેન્ટિક હીરો હતા. તેમણે પહેલાં કોઈ એક્શન ફિલ્મ બનાવી ન હતી. જ્યારે હું આ ફિલ્મ બનાવી રહ્યો હતો, ત્યારે કોઈને પણ તેના પર વિશ્વાસ નહોતો.” ના. પણ બધાને મારા પર વિશ્વાસ હતો અને જ્યારે તે રિલીઝ થઈ, ત્યારે દર્શકોએ તેને સ્વીકાર્યું.
તેમણે આગળ એ પણ કહ્યું કે, અજય દેવગણ અને શાહરુખ ખાને કરણ અર્જુન છોડી હતી. રાકેશ રોશને કહ્યું જ્યારે અજય દેવગન જ આ વાતનો જવાબ આપી શકે છે. તેમણે કરણ અર્જુન ફિલ્મ કેમ છોડી હતી. શાહરુખ ખાને પણ ફિલ્મ છોડી હતી કારણ કે, તે અજયની જેમ ભૂમિકા નિભાવવા માંગતો હતો .રાકેશ રોશને આગળ કહ્યું તે પોતાના પાત્ર બદલવા માંગતા હતા પરંતુ મે કહ્યું કે, આ ફિલ્મ તેના પાત્ર બદલવા માટે બનાવી રહ્યો નથી. આ એક એવી સ્ટોરી છે. જેના માટે તેમને તેઓ જે હતા તે બનવા માંગતા હતા.