AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રિલીઝ પહેલાં જ મુશ્કેલીમાં ફસાઈ કંગના રનૌતની ‘Queen 2’, શૂટિંગ પૂરું થતા જ મામલો પહોંચ્યો ‘હાઈકોર્ટ’

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Queen 2' રિલીઝ થાય તે પહેલા જ મોટા કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે અને પોસ્ટ-પ્રોડક્શનનું કામ પણ શરૂ થઈ ગયું છે પરંતુ રાઈટ્સ બાબતે થયેલા વિવાદને કારણે મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે.

Breaking News: રિલીઝ પહેલાં જ મુશ્કેલીમાં ફસાઈ કંગના રનૌતની 'Queen 2', શૂટિંગ પૂરું થતા જ મામલો પહોંચ્યો 'હાઈકોર્ટ'
| Updated on: Jul 07, 2026 | 8:46 PM
Share

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) તાજેતરમાં જ ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ માં જોવા મળી હતી. ફિલ્મમાં કંગના રનૌતે મસ્ત એક્ટિંગ કરી પરંતુ આ મુવી બોક્સ ઓફિસ પર ચાલી શકી નહીં. હવે કંગના રનૌત પોતાની અપકમિંગ ફિલ્મ માટે તૈયારી કરી રહી છે.

કંગના રનૌત ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ક્વીન 2’ (Queen 2) માં જોવા મળવાની છે. તાજેતરમાં જ કંગના રનૌતે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને જણાવ્યું હતું કે, ફિલ્મ ‘Queen 2’ નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ દરમિયાન ફિલ્મ ‘Queen 2’ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, ફિલ્મ ‘Queen 2’ રિલીઝ થતા પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે.

વિવાદોમાં ફસાઈ ‘Queen 2’

રિપોર્ટ્સ અનુસાર, ફેન્ટમ સ્ટુડિયોઝે જિયોસ્ટાર સામે બોમ્બે હાઈકોર્ટમાં 250 કરોડ રૂપિયાનો મુકદ્દમો દાખલ કર્યો છે. કંપનીનો દાવો છે કે, ‘Queen 2’ તેમની મંજૂરી વિના બનાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફેન્ટમ સ્ટુડિયોઝે આ બાબતને વાતચીતથી ઉકેલવા માટે ઘણી વખત જિયોસ્ટારનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમને કોઈ જવાબ મળ્યો નહીં.

હવે આ મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે. બીજી તરફ, ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે અને પોસ્ટ-પ્રોડક્શનનું કામ શરૂ થઈ ગયું છે. રિપોર્ટ અનુસાર, ફેન્ટમ સ્ટુડિયોઝ પાસે ‘ક્વીન’ ફિલ્મના 50 ટકા રાઈટ્સ છે, જેમાં સિક્વલ બનાવવાનો અધિકાર પણ જોડાયેલ છે. કંપનીનું કહેવું છે કે, તેણે અત્યાર સુધી કોઈ સિક્વલ, રિમેક કે બીજી વાર્તા બનાવવાની પરવાનગી આપી નથી.

‘ક્વીન’ ને લોકોએ આપ્યો હતો ‘પ્રેમ’

જણાવી દઈએ કે, કંગના રનૌતની મૂવી ‘ક્વીન’ નું નિર્માણ પહેલા ફેન્ટમ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મૂવીને લોકોએ દિલ ખોલીને પ્રેમ આપ્યો હતો. વર્ષ 2013માં રિલીઝ થયેલી ‘ક્વીન’ ની વાર્તા રાની નામની એક છોકરીની આસપાસ ફરે છે, જેનો મંગેતર લગ્ન પહેલા જ તેને છોડી દે છે. આ પછી રાની એકલી જ પોતાના હનીમૂન પર નીકળી પડે છે. જો કે, ‘ક્વીન’ પછી હવે સૌની નજર ‘Queen 2’ પર ટકેલી છે.

‘સત્યને જેટલું દબાવશો, તે એટલી જ તાકાતથી પાછું આવશે’, ‘સતલુજ’ ફિલ્મ હટાવાતા ભડક્યા રામ ગોપાલ વર્મા

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">