Priyanka Chopra South Debut: સાઉથમાં પ્રિયંકા ચોપરાની થશે એન્ટ્રી! આ ફિલ્મમાં જુનિયર એનટીઆર સાથે જોવા મળશે

|

Jun 08, 2023 | 12:21 PM

Priyanka Chopra South Movie: અભિનેત્રી પ્રિયંકા ચોપરા બોલિવૂડથી હોલિવૂડમાં ઉડાન ભરી, હવે અભિનેત્રી સાઉથનો રસ્તો અપનાવવા તૈયાર છે. એવા અહેવાલ છે કે સાઉથની આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા જુનિયર એનટીઆર સાથે જોવા મળશે.

Priyanka Chopra South Debut: સાઉથમાં પ્રિયંકા ચોપરાની થશે એન્ટ્રી! આ ફિલ્મમાં જુનિયર એનટીઆર સાથે જોવા મળશે

Follow us on

Priyanka Chopra South Debut: ગ્લોબલ સ્ટાર બની ગયેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં સાઉથમાં ગ્રાન્ડ એન્ટ્રી કરવા જઈ રહી છે. હા, હોલીવુડનો રસ્તો અપનાવનાર પીસી હવે સાઉથની પાન ઈન્ડિયા ફિલ્મમાં જોવા મળશે. અહેવાલ છે કે પ્રિયંકા આ ફિલ્મમાં ઓસ્કાર વિજેતા અને સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆરની સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલ કરશે, જેમણે અગાઉ KGF જેવી સારી ફિલ્મ બનાવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા ચોપરા જૂનિયર એનટીઆરની આગામી ફિલ્મ એનટીઆર 31નો ભાગ બની શકે છે. જો કે આ ફિલ્મને લઈને હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તેને સમર્થન માનવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ પાન ઈન્ડિયામાં રિલીઝ થશે. હવે આ સમાચાર બાદ દેશી ગર્લના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો : Shilpa Shetty Birthday: શિલ્પા શેટ્ટી બે બાળકોની માતા છે, 48 વર્ષની ઉંમર પણ લાગે છે હોટ

 

 

આ ફિલ્મમાં આલિયા અને કેટરીના કૈફ પણ હશે

પ્રિયંકા લાંબા સમયથી હોલીવુડ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે, પરંતુ ટૂંક સમયમાં જ અભિનેત્રી બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહી છે. પ્રિયંકા ચોપરા ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે જરા’માં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા અને કેટરીના કૈફ પણ હશે. આ રોડ ટ્રીપ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. આ ફિલ્મની જાહેરાત ઘણા સમય પહેલા કરવામાં આવી હતી.

પ્રિયંકા ચોપરા હોલીવુડના ઘણા પ્રોજેક્ટ્સમાં પણ વ્યસ્ત છે. તાજેતરમાં, અભિનેત્રી હોલીવુડ વેબ સીરિઝ સિટાડેલમાં જોવા મળી હતી. આ સીરીઝમાં પ્રિયંકાના એક્શન અવતારને ચાહકોએ પસંદ કર્યો હતો. આ સિવાય પ્રિયંકા હોલિવૂડની રોમેન્ટિક લવસ્ટોરી ‘લવ અગેન’માં પણ જોવા મળી છે. પ્રિયંકા ઘણીવાર પતિ નિક જોનાસ સાથે ગ્લોબલ ઇવેન્ટ્સમાં જોવા મળે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article