AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas vs Ranbir Kapoor! દિવાળીમાં ટકરાશે ‘Spirit’ અને ‘Ramayana’, બોક્સ ઓફિસ પર થશે ‘મહાસંગ્રામ’

પ્રભાસની બહુચર્ચિત ફિલ્મ 'Spirit' ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ ફિલ્મની નવી રિલીઝ ડેટનું એલાન કરી દીધું છે. જણાવી દઈએ કે, બોક્સ ઓફિસ પર આ ફિલ્મની સીધી ટક્કર રણબીર કપૂર સ્ટારર પૌરાણિક મહાગાથા 'Ramayana' સાથે થશે.

Prabhas vs Ranbir Kapoor! દિવાળીમાં ટકરાશે 'Spirit' અને 'Ramayana', બોક્સ ઓફિસ પર થશે 'મહાસંગ્રામ'
| Updated on: Oct 18, 2026 | 4:12 PM
Share

પ્રભાસ સ્ટારર ‘Spirit’ લાંબા સમયથી ચર્ચામાં છે. ખાસ કરીને દીપિકા પાદુકોણ સાથેના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાના વિવાદ બાદ આ ફિલ્મની ઘણી ચર્ચા થઈ રહી છે. અગાઉ આ ફિલ્મમાં પ્રભાસની સાથે દીપિકા પાદુકોણ નજર આવવાની હતી પરંતુ કેટલાક વિવાદો પછી અભિનેત્રી આ પ્રોજેક્ટથી અલગ થઈ ગઈ અને ફિલ્મમાં તેની જગ્યા તૃપ્તિ ડિમરીએ લઈ લીધી.

‘Ramayana Part 2’ સાથે બોક્સ ઓફિસ પર ટક્કર

આ વર્ષની શરૂઆતમાં એક પોસ્ટ શેર કરીને મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટનું એલાન કર્યું હતું, જે અનુસાર ફિલ્મ 27 માર્ચ 2027ના રોજ રિલીઝ થવાની હતી. જો કે, કેટલાક કારણોસર તેની રિલીઝ પોસ્ટપોન કરી દેવામાં આવી હતી.

આ બધા વચ્ચે હવે મેકર્સે ફિલ્મની નવી રિલીઝ ડેટનું એલાન કરી દીધું છે, જે અનુસાર ફિલ્મ વર્ષ 2027માં રણબીર કપૂર સ્ટારર ‘Ramayana Part 2’ સાથે બોક્સ ઓફિસ પર ટક્કર લેશે.

‘સ્પિરિટ’ની નવી રિલીઝ ડેટ જાહેર

રવિવાર, 18 ઓક્ટોબરે સંદીપ રેડ્ડી વાંગાએ પ્રભાસ સ્ટારર ‘સ્પિરિટ’ માટે એક નવી રિલીઝ ડેટની ઘોષણા કરી અને ફિલ્મનું એક નવું પોસ્ટર પણ બહાર પાડ્યું. નવા પોસ્ટરમાં માથા પર ટોપી પહેરેલ પ્રભાસ નજર આવી રહ્યો છે. મેકર્સે ‘સ્પિરિટ’ની રિલીઝ ડેટ 29 ઓક્ટોબર 2027 નક્કી કરી છે, એટલે કે ફિલ્મ દિવાળીના અવસરે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ જ દરમિયાન રણબીર કપૂર સ્ટારર ‘રામાયણ પાર્ટ 2’ પણ રિલીઝ થવાની છે. ટૂંકમાં, મોટા પડદા પર હવે પ્રભાસ Vs રણબીર કપૂર જોવા મળી શકે છે. જો કે, અગાઉ આ ફિલ્મ 5 માર્ચ 2027ના રોજ રિલીઝ થવાની હતી.

‘સ્પિરિટ’નો મુકાબલો ‘રામાયણ પાર્ટ 2’ સાથે

‘એનિમલ’ના ડિરેક્ટરે રવિવારે ફેન્સને એક હિન્ટ આપી. તેમણે જણાવ્યું કે, તેઓ ‘સ્પિરિટ’ ફિલ્મમાંથી પ્રભાસનો એક નવો લુક અને ફિલ્મની નવી રિલીઝ ડેટ સામે લાવવાના છે.

તેમણે X (પહેલા ટ્વિટર) પર લખ્યું, ‘પ્રભાસ અન્નાના ફેન્સ… હું એક નવું પોસ્ટર રજૂ કરવા માંગુ છું, જેમાં ચશ્મા પાછળ છુપાયેલ પ્રભાસ નજર આવી રહ્યો છે અને સાથે જ નવી રિલીઝ ડેટ પણ આપવામાં આવી છે. બસ થોડી જ મિનિટો…’ આ સાથે તેમણે Spirit, One Bad Habit અને India’s Biggest Superstar જેવા ટેગ્સનો ઉપયોગ કર્યો.

‘Diwali 2027’ પર રિલીઝ થશે ‘Spirit’

હવે સંદીપ રેડ્ડી વાંગાએ પ્રભાસવાળું નવું પોસ્ટર બહાર પાડ્યું અને ફિલ્મની રિલીઝ ડેટની પુષ્ટિ કરી. પોસ્ટર શેર કરતા તેમણે લખ્યું, ‘આવતા વર્ષે દિવાળી એક ખરાબ ટેવ સાથે આવી રહી છે. ઓક્ટોબર, દિવાળી 2027.’

રસપ્રદ વાત એ છે કે, બોક્સ ઓફિસ પર ‘સ્પિરિટ’નો મુકાબલો રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ પાર્ટ 2’ સાથે થવાનો છે. નમિત મલ્હોત્રા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ બે-ભાગવાળી પૌરાણિક મહાગાથાનો પહેલો હિસ્સો 5 નવેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહ્યો છે. મેકર્સે એ પણ જણાવ્યું છે કે, બીજો હિસ્સો દિવાળી 2027માં આવશે. જો કે, તેની ચોક્કસ રિલીઝ ડેટ બહાર પાડવામાં આવી નથી.

Spirit: Cast/Production Details

સ્પિરિટની કાસ્ટની વાત કરીએ તો પ્રભાસ ઉપરાંત આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી, વિવેક ઓબેરોય પણ મહત્વની ભૂમિકાઓમાં નજર આવશે. આ ફિલ્મ નવ ભાષાઓમાં રિલીઝ થશે.

અંગ્રેજી, તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડ, મલયાલમ, મૈંડારિન, જાપાનીઝ અને કોરિયન ભાષાઓમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મને ભૂષણ કુમાર, પ્રણય રેડ્ડી વાંગા, કૃષ્ણ કુમાર અને પ્રભાકર રેડ્ડી વાંગાએ ટી-સિરીઝ ફિલ્મ્સ તેમજ ભદ્રકાલી પિક્ચર્સના બેનર હેઠળ પ્રોડ્યુસ કરી છે.

ભાઈના નામ રામ, લક્ષ્મણ, ભરત, દીકરાના નામ લવ-કુશ અભિનેતાના ઘરનું નામ રામાયણ, જુઓ ફોટો

Follow Us
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
g clip-path="url(#clip0_868_265)">