Project Kમાંથી પ્રભાસનો પહેલો લુક સામે આવ્યો, શાનદાર અંદાજમાં જોવા મળ્યો

Project Kમાંથી પ્રભાસનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા દીપિકાના લુક પરથી પડદો હટાવી દેવામાં આવ્યો હતો. આ સાથે જ પ્રભાસનો લુક પણ સામે આવ્યો છે.

Project Kમાંથી પ્રભાસનો પહેલો લુક સામે આવ્યો, શાનદાર અંદાજમાં જોવા મળ્યો
| Edited By: | Updated on: Jul 20, 2023 | 9:53 AM

આદિપુરુષ બાદ સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ આ પ્રોજેક્ટમાં જોવા મળવાનો છે. તેની આ ફિલ્મ લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે, જેની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ રિલીઝ થવામાં હજુ ઘણો સમય છે, પરંતુ તે પહેલા મેકર્સે પ્રભાસની પહેલી ઝલક બતાવી દીધી છે. પ્રભાસનો ફર્સ્ટ લૂક બુધવારે રિલીઝ કરવામાં આવ્યો છે.સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં પ્રભાસ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનો તેનો પહેલો લુક છે, જેમાં તે ડેશિંગ દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો : Monalisa Photos: સાટિન ગાઉનમાં મોનાલિસાનો શાનદાર લુક, ગ્લેમર પર ફિદા થયા ફેન્સ, જુઓ તસવીરો

તેનો આ ફોટો જોઈને સુપરહીરો ટાઈપ ફીલ આવી રહ્યો છે. અગાઉ મેકર્સે દીપિકા પાદુકોણનો લૂક પણ જાહેર કર્યો હતો. પ્રભાસે પણ આ પોસ્ટર પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા શેર કર્યું છે. તેને પોસ્ટ કરતા તેણે લખ્યું, “આ પ્રોજેક્ટનો ફર્સ્ટ લુક છે. આશા છે કે તમને તે ગમશે.”

 

 

 

દીપિકાનો આ લુક ચાહકોને પસંદ આવ્યો

દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લૂક 17 જુલાઈના રોજ રિલીઝ થયો હતો, જેમાં તેની સ્ટાઈલ હટકે લાગી રહી છે. એક નજરે એવું લાગતું હતું કે તેના ચહેરા પર ઘણો ગુસ્સો હતો. તેનો આ લુક ફેન્સને ઘણો પસંદ આવ્યો હતો. તે જ સમયે, માત્ર બે દિવસ પછી, હવે પ્રભાસનો લુક સામે આવ્યો છે.

આ પણ વાંચો : રણદીપ હુડ્ડા સાથે પૂર પીડિતોને ફૂડ પેકેટનું વિતરણ કરતી જોવા મળી આ એક્ટ્રેસ, જાણો કોણ છે તેની ગર્લફ્રેન્ડ

આ ફિલ્મમાં બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને સાઉથના દિગ્ગજ અભિનેતા કમલ હાસન પણ છે. જો કે આ બંને સ્ટાર્સનો લુક હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે, 21 જુલાઈએ મેકર્સ ફિલ્મની પહેલી ઝલક પણ બતાવવા જઈ રહ્યા છે. પ્રભાસના ચાહકો લાંબા સમયથી આ પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા હતા. જો આ ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો તે જાન્યુઆરી 2024માં જોવા મળશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો