પ્રભાસની ફિલ્મ ‘પ્રોજેક્ટ K’ બે ભાગમા થશે રિલીઝ, ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન જોવા મળશે

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની ભૂમિકા મહાભારતના અશ્વત્થામાથી પ્રેરિત છે. તે જ સમયે, પ્રભાસ સુપરહીરોના રોલમાં જોવા મળશે. પ્રોજેક્ટ કેમાં ભવિષ્યની દુનિયા બતાવવામાં આવી છે.

પ્રભાસની ફિલ્મ પ્રોજેક્ટ K બે ભાગમા થશે રિલીઝ, ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન જોવા મળશે
Prabhas film Project K
| Edited By: | Updated on: Feb 02, 2023 | 8:58 AM

પ્રભાસની ફિલ્મ બાહુબલી બે ભાગમાં રિલીઝ થઈ હતી અને ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક બિઝનેસ કર્યો હતો. હવે તે ટૂંક સમયમાં નાગ અશ્વિનની ફિલ્મ પ્રોજેક્ટ Kમાં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રભાસ સિવાય દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 2024માં રિલીઝ થવા જઈ રહી છે. પ્રોજેક્ટ Kના પહેલા ભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. હવે આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો : રણબીર-શ્રદ્ધાની સિઝલિંગ કેમેસ્ટ્રી, કિસ અને રોમાન્સથી ભરપૂર છે ‘તુ જૂઠી મેં મક્કાર’નું આ ગીત

પ્રોજેક્ટ Kમાં અમિતાભ બચ્ચનની ભૂમિકા અશ્વત્થામાથી પ્રેરિત છે

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની ભૂમિકા મહાભારતના અશ્વત્થામાથી પ્રેરિત છે. તે જ સમયે, પ્રભાસ સુપરહીરોના રોલમાં જોવા મળશે. ફિલ્મ પ્રોજેક્ટ Kમાં ભવિષ્યની દુનિયા બતાવવામાં આવી છે. અગાઉ ન જોયા હોય તેવા વિઝ્યુઅલ્સ બતાવવામાં આવશે. ફિલ્મ કે ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવના પર આધારિત છે. હવે એવા સમાચાર આવી રહ્યાં છે કે આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે.

દીપિકા પાદુકોણનું પાત્રની ભૂમિકા

ફિલ્મ પ્રોજેક્ટ K એપ્રિલ 2024 માં રિલીઝ કરવાની યોજના ચાલી રહી છે, અને દિગ્દર્શક નાગ અશ્વિનની ટીમ ટૂંક સમયમાં રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત કરે તેવી સંભાવના છે. દીપિકા પાદુકોણના પાત્ર વિશેની તમામ વિગતો બહાર પાડેલ નથી, પરંતુ નિર્માતાઓનું કહેવું છે કે તે ફિલ્મનું સરપ્રાઈઝ પેકેજ છે, જે મોટા પડદા પર પહેલી વાર કોઈ મહિલાએ આવો રોલ ભજવશે. પ્રોજેક્ટ K પહેલા, પ્રભાસ આદિપુરુષ અને સાલારમાં જોવા મળશે, જે 2023માં રિલીઝ થવાની છે.

આટલી ફિલ્મોમાં પ્રભાસ જોવા મળશે

તમને જણાવી દઈએ કે, એક્ટર પ્રભાસ આ દિવસોમાં ફિલ્મ આદિપુરૂષને લઈને પણ ચર્ચામાં છે. પ્રભાસ આદિપુરૂષ સિવાય પણ ફિલ્મ ‘સાલાર’માં પણ જોવા મળશે. સાલાર ફિલ્મમાં પ્રભાસ મુખ્ય ભૂમિકામાં નજરે આવશે. પ્રભાસની સાથે શ્રુતિ હસન પણ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. આ સિવાય પ્રભાસ ફિલ્મ ‘પ્રાજેક્ટ K’ માં પણ જોવા મળશે.