આદિપુરુષ વિવાદ વચ્ચે પ્રભાસની એક ફેન ફિલ્મ જોવા માટે જાપાનથી સિંગાપોર પહોંચી, કરી આ માગ, જુઓ Video

|

Jun 24, 2023 | 6:45 PM

આદિપુરુષ (Adipurush) વિવાદ વચ્ચે પ્રભાસની એક ફેન ફિલ્મ જોવા માટે જાપાનથી સિંગાપોર પહોંચી અને ફિલ્મ 'આદિપુરુષ'ને જાપાનમાં રિલીઝ કરવાની માગ કરી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આદિપુરુષ વિવાદ વચ્ચે પ્રભાસની એક ફેન ફિલ્મ જોવા માટે જાપાનથી સિંગાપોર પહોંચી, કરી આ માગ, જુઓ Video
Prabhas fan
Image Credit source: Social Media

Follow us on

એક્ટર પ્રભાસ (Prabhas) સૌથી મોટા સ્ટાર્સમાંથી એક છે અને તેની મોટી ફેન ફોલોઈંગ છે. તેની તાજેતરમાં જ રિલીઝ થયેલી આદિપુરુષ (Adipurush) આ વાતનો પુરાવો છે. વિવાદોમાં ફસાયેલી હોવા છતાં ફિલ્મે તમામ ભાષાઓમાં રૂ. 140 કરોડની કમાણી કરીને શરૂઆતના દિવસે બોક્સ ઓફિસના રેકોર્ડ તોડ્યા હતા. હવે એક્ટરની એક ફેન પ્રભાસની ફિલ્મ જોવા માટે જાપાનથી સિંગાપુર આવી છે.

આદિપુરુષ જોવા માટે પ્રભાસની ફેન જાપાનથી સિંગાપોર આવી

પ્રભાસના એક ફેને તેની તાજેતરની રિલીઝ જોવા માટે જાપાનથી ટોક્યો અને સિંગાપોરનો પ્રવાસ કર્યો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફિમેલ ફેન પ્રભાસ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતી જોવા મળી રહી છે અને આદિપુરુષ પેમ્ફલેટનું પોસ્ટર પણ પકડેલી જોવા મળી રહી છે. તેણે ખુશીથી તેની વાર્તા વિદેશી ભાષામાં શેર કરી અને તે સિનેમા હોલની અંદર ઉભી જોવા મળે છે. પ્રભાસની ફિલ્મ જોવાની તક મળવાની વાત કરતાં તે ભાવુક પણ થઈ ગઈ હતી. અંતમાં તેણે કેમેરામાં આદિપુરુષનો ધ્વજ બતાવ્યો હતો. એક્ટરને માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ કેટલો પ્રેમ અને સ્ટારડમ મળે છે. પ્રભાસે તેની એક્ટિંગ સ્કિલ દ્વારા આવા ફેન્સનું દિલ જીત્યું છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

(VC: Prasad Bhimanadham Twitter)

જાપાનમાં ગ્રાન્ડ રિલીઝની કરી માગ

આ દરમિયાન ફેને ફિલ્મ ‘આદિપુરુષ’ને જાપાનમાં રિલીઝ કરવાની માગ કરી છે. આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ઘણા ફેન્સે કહ્યું કે આ ફિલ્મ જાપાનમાં મોટા લેવલ પર રિલીઝ થવી જોઈએ. ઓમ રાઉત નિર્દેશિત ફિલ્મમાં પ્રભાસ સિવાય જાનકી (દેવી સીતા) તરીકે કૃતિ સેનન, શેષ (લક્ષ્મણ) તરીકે સની સિંહ અને લંકેશ (રાવણ) તરીકે સૈફ અલી ખાન પણ છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, ઓમ રાઉત, પ્રસાદ સુતાર અને રાજેશ નાયર દ્વારા કરવામાં આવ્યું છે. મનોજ મુન્તશીરે આદિપુરુષના ડાયલોગ્સ લખ્યા છે.

આ પણ વાંચો: Viral Video : રવીના ટંડને પુત્રી રાશાનો શેર કર્યો સિંગિંગ વીડિયો, તેનો અવાજ સાંભળીને તમે પણ થઈ જશો ખુશ

સાત દિવસમાં 420 કરોડની કરી કમાણી

આદિપુરુષ ફિલ્મે તેની રિલીઝના સાતમા દિવસે 5.50 કરોડ રૂપિયાનું ડોમેસ્ટિક બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. જેમાં હિન્દી વર્ઝનમાંથી 2.50 કરોડ રૂપિયા આવ્યા છે. જો માત્ર હિન્દી વર્ઝનના કલેક્શનની વાત કરીયે તો ફિલ્મે પહેલા અઠવાડિયામાં 129.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે 7 દિવસમાં 420 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article