Tiger 3ના પ્રથમ ગીત ‘લેકે પ્રભુ કા નામ’નું પાવરફુલ ટીઝર રિલીઝ, જોવા મળ્યો અલગ જ સ્વેગ

સલમાન ખાનની આવનારી ફિલ્મ 'ટાઈગર 3'ના પહેલું ગીત 'લેકે પ્રભુ કા નામ'નું ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે. આ ગીતને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. સલમાન ખાન અને કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી તેમના ફેન્સ સાથે શેર કરી છે. 'લેકે પ્રભુ કા નામ' ગીતમાં સલમાન અને કેટરીના વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી જોઈ શકાય છે. ટીઝરની શરૂઆત સલમાન ખાન અને કેટરીના આર બેક લાઈનથી થાય છે. આ સોન્ગમાં સલમાન અને કેટરીના કૈફ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. ગીતના બોલ લોકોના હોઠ પર અત્યારથી જ રમતા થયા છે.

Tiger 3ના પ્રથમ ગીત લેકે પ્રભુ કા નામનું પાવરફુલ ટીઝર રિલીઝ, જોવા મળ્યો અલગ જ સ્વેગ
Tiger 3 song
| Edited By: | Updated on: Oct 21, 2023 | 9:28 AM

સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’ને લઈને ચર્ચામાં છે. તે જ સમયે સલમાન ખાનના ફેન્સ પણ ટાઇગર 3 ની ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે. દર્શકો ફરી એકવાર ‘ટાઈગર’ અને ‘ઝોયા’ની જોડીને એકસાથે જોવા માટે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ફિલ્મને લઈને ચર્ચાઓ થઈ રહી છે. આ દરમિયાન ટાઈગર 3 ના પ્રથમ ગીત ‘લેકે પ્રભુ કા નામ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ગીત એકદમ શાનદાર છે. આ ગીત બોલિવૂડના જાણીતા સિંગર અરિજીત સિંહ દ્વારા ગવાયેલું છે.

લોકો અત્યારથી જ ગીતને ગણગણી રહ્યા છે

‘લેકે પ્રભુ કા નામ’ ગીતમાં સલમાન અને કેટરીના વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી જોઈ શકાય છે. ટીઝરની શરૂઆત સલમાન ખાન અને કેટરીના આર બેક લાઇનથી થાય છે. આ સોન્ગમાં સલમાન અને કેટરીના કૈફ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. ગીતના શબ્દો લોકોના હોઠ પર અત્યારથી જ રમતા થયા છે.

સલમાન-કેટરિનાનો ફુલ સ્વેગ

સલમાન ખાન અને કેટરિના કૈફે ટાઈગર 3 ના પહેલા ગીત ‘લેકે પ્રભુ કા નામ’નું ટીઝર સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યું છે. ગીતમાં સલમાન-કેટરિના ફુલ સ્વેગમાં જોવા મળ્યા છે. ગીતના ટીઝરમાં સલમાન અને કેટરીનાનો ડાન્સ ફેન્સને પસંદ આવ્યો છે. બધા કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. આ ગીત ‘લેકે પ્રભુ કા નામ’ 23 ઓક્ટોબરના રોજ રિલીઝ થવાનું છે.

10 વર્ષ પહેલા બંને વચ્ચે થયો હતો સંઘર્ષ

જો રિપોર્ટ્સનું માનીએ તો 2014માં એક એવોર્ડ શો દરમિયાન સલમાન અને અરિજીત વચ્ચે થોડોક અણબનાવ એટલે કે નોકજોક થઈ ગઈ હતી. આ ઘટનાને લગભગ 10 વર્ષ વીતી ગયા છે. આ સિંગર અરિજીત સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં અરિજિતે સલમાનને ભૂતકાળ ભૂલી જવાની અપીલ કરી છે. તે કહે છે કે જે થયું તે થઈ ગયું, હવે અરિજિત નથી ઈચ્છતો કે તેની અગાઉની લડાઈની અસર ટાઈગર 3ના આ ગીત પર પડે.

ટાઈગર 3

આ YRF ફિલ્મ 12 નવેમ્બરે મોટા પડદા પર રિલીઝ થશે. જો અહીંયા આ સ્ટાર કાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી, કુમુદ મિશ્રા, રેવતી, રિદ્ધિ ડોગરા અને અનંત વિધાત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ટાઇગર 3 હિન્દી, તેલુગુ અને તમિલ ભાષાઓમાં રિલીઝ થવાની છે.

આ પણ વાંચો: રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીના સંબંધોમાં આવી ખટાશ? એક્ટ્રેસના પતિએ ટ્વિટ કરીને કહ્યું- ‘અમે અલગ થઈ ગયા છીએ’

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો