બોલિવુડના સ્ટાર આમિર ખાનના દિકરા જુનૈદ ટુંક સમયમાં બોલિવુડમાં ડેબ્યુ કરશે. જેના પર ચાહકો તેને શુભકામના પણ પાઠવી રહ્યા છે. પરંતુ જુનૈદ બોલિવુડની ઉડાન ભરે તે પહેલા તેની ફિલ્મ રિલીઝ થતા અટકી ગઈ છે. કારણ કે, ગુજરાત હાઈકોર્ટે આમિર ખાનના દિકરાની ફિલ્મ મહારાજા પર સ્ટે મુક્યો છે. આ ફિલ્મ 14 જૂનના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી તેમજ આ ફિલ્મથી જુનૈદ ડેબ્યુ પણ કરવાનો હતો.
સૌરભ શાહ લિખિત પુસ્તક ‘મહારાજ’ પર આધારિત આ જ નામની ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આ અરજીનો ઉદ્દેશ્ય ફિલ્મ ‘મહારાજ’ની રિલીઝનો વિરોધ કરીને સનાતન ધર્મની અખંડિતતાની રક્ષા કરવાનો છે. હાઈકોર્ટે ફિલ્મને લઈને ચાલી રહેલા વિવાદને સ્વીકારીને ‘મહારાજ’ની રિલીઝ પર સ્ટે જાહેર કર્યો છે.
જસ્ટિસ સંગીતા વિશે ચુકાદો સંભાળવતા કહ્યું કે, આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવો જોઈએ. કેટલાક અરજદારોએ આ અંગે વાંધો ઉઠાવ્યો છે. કોર્ટે નોટિસ જાહેર કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 18 જૂનના રોજ સુનાવણી થશે. ભગવાન કૃષ્ણ અને વલ્લભચાર્યના ભક્તોએ આ અંગે અરજી દાખલ કરી છે. અરજીમાં લખવામાં આવ્યું છે કે આ ફિલ્મ 1862ના લિબલ મહારાજ કેસ પર આધારિત છે જેની પબ્લિક ઓર્ડર પર ખરાબ અસર પડે છે. તે એમ પણ કહે છે કે આ ફિલ્મ હિંદુ ધર્મને પણ ઠેસ પહોંચાડે છે.
ફિલ્મ ‘મહારાજ’નો બહિષ્કાર કરવાની અરજી પર 24 કલાકની અંદર 25,000 હસ્તાક્ષર થયા છે, આ અરજી સનાતન ધર્મના તમામ સમર્થકોને ‘મહારાજ’ની રિલીઝનો વિરોધ કરવા માટે એક થવા માટે પ્રોત્સાહિત કરે છે. ફિલ્મ અંગેનો આગામી કોર્ટનો નિર્ણય 18 જૂનના રોજ થશે અને અરજદારો સમુદાયને વિનંતી કરે છે કે તેઓ આ તારીખ પહેલા તેમનો સામૂહિક અવાજ ઉઠાવે.
આ પણ વાંચો : 20 વર્ષની ઉંમરે લગ્ન કર્યા ત્યારબાદ છૂટાછેડા લીધા, 54 વર્ષે બીજી વખત લગ્ન કર્યા, આવો છે હંસલ મહેતાનો પરિવાર
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો