AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govinda Mahakal Temple : ગોવિંદાની પત્ની સુનીતા આહુજા ટ્રોલર્સના નિશાના પર, મહાકાલ મંદિરમાં બેગ લઈને જવું ભારે પડ્યું

Sunita Ahuja : સુપરસ્ટાર ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા જ્યારથી ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ગયા ત્યારથી તેઓ ટ્રોલર્સના નિશાના પર છે. સુનીતા આહુજા પર્સ લઈને ગર્ભગૃહમાં પહોંચી હતી, જેની આકરી ટીકા થઈ રહી છે.

Govinda Mahakal Temple : ગોવિંદાની પત્ની સુનીતા આહુજા ટ્રોલર્સના નિશાના પર, મહાકાલ મંદિરમાં બેગ લઈને જવું ભારે પડ્યું
Sunita Ahuja
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2023 | 10:01 PM
Share

Govinda Ujjain Mahakal Temple : બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. હાલમાં જ ગોવિંદા તેની પત્ની સાથે ઉજ્જૈનના મહાકાલ મંદિરે પહોંચ્યા હતા અને પૂજા કરી હતી. સોશિયલ મીડિયા પર જ્યારે મહાકાલની તસવીરો આવી ત્યારે લોકોની નજર સુનીતા આહુજાના પર્સ પર પડી. સુનિતા પોતાનું પર્સ લઈને મંદિરની અંદર પહોંચી ગઈ હતી, જ્યારે મંદિરના ગર્ભગૃહમાં પર્સ લઈ જવાની મનાઈ છે. આ તસવીરો વાયરલ થયા બાદ સુરક્ષા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો : sunita ahuja : કાશ્મીરા શાહે ગોવિંદાની પત્ની સુનીતાને ટ્વિટ કરી કહ્યું ચેકમેટ, જાણો શું છે સમગ્ર મામલો

લોકો કરી રહ્યા છે સવાલ

ગોવિંદા અને સુનીતા આહુજા સોશિયલ મીડિયા પર તેમની તસવીરો સામે આવ્યા બાદ નેટીઝન્સના નિશાના પર છે. લોકો આશ્ચર્યમાં છે કે મંદિરના સુરક્ષા કર્મચારીઓએ નિયમો તોડતા પહેલા આ તરફ ધ્યાન કેમ ન આપ્યું. તેને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા કેમ રોકવામાં ન આવ્યા. જે તસવીર વાયરલ થઈ રહી છે તેમાં સુનીતા આહુજાના હાથમાં પર્સ છે અને ત્યાં પૂજારીઓ પણ હાજર છે.

સુનીતા આહુજાએ ફોટો કર્યો શેર

સુનીતા આહુજાએ પણ આ તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ફોટામાં તેના ખભા પર લીલા રંગની હેન્ડ બેગ દેખાય છે. ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા તેણે લખ્યું, ‘ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સુંદર દર્શન કર્યા’

આ બાબતે કરશે તપાસ

હવે મંદિરના સુરક્ષા અધિકારીઓએ પણ આ બાબતને ગંભીરતાથી લીધી છે. સિક્યોરિટી સ્ટાફનું કહેવું છે કે, જ્યારે સુનીતા આહુજા મંદિરમાં પ્રવેશી રહી હતી ત્યારે સિક્યોરિટી સ્ટાફ મુખ્ય દ્વાર પર હાજર હતો. મંદિર પ્રશાસનનું કહેવું છે કે આ ભૂલ કરનારા સુરક્ષાકર્મી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સીસીટીવીની મદદથી મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">