Parineeti Raghav Wedding: જાન લઈને આવી રહેલા રાઘવ ચઢ્ઢાને જોઈને પરિણીતીએ આપ્યું આવું રિએક્શન, જુઓ Cute Video

|

Sep 30, 2023 | 7:12 PM

Parineeti Raghav Wedding: બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢાના (Raghav Chadha) લગ્ન બાદ આ ગ્રાન્ડ વેડિંગના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ પરિણીતી ચોપરાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આમાં તે જાન લઈને આવી રહેલા રાઘવ ચઢ્ઢાના આગમનની રાહ જોઈ રહી છે અને તેને જોઈને ખૂબ જ ખુશ જોવા મળે છે.

Parineeti Raghav Wedding: જાન લઈને આવી રહેલા રાઘવ ચઢ્ઢાને જોઈને પરિણીતીએ આપ્યું આવું રિએક્શન, જુઓ Cute Video
Parineeti Raghav Wedding
Image Credit source: Instagram

Follow us on

Parineeti Raghav Wedding: બોલિવુડની સુંદર એક્ટ્રેસમાંથી એક પરિણીતી ચોપરાએ (Parineeti Chopra) પણ લગ્ન કરી લીધા છે. તેણે આમ આદમી પાર્ટીના યુવા નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) સાથે લગ્ન કર્યા. આ ખાસ અવસર પર ફિલ્મ અને રાજકીય જગતના કપલના નજીકના મિત્રોએ હાજરી આપી હતી. દરેક લોકો ખૂબ ખુશ દેખાતા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પરિણીતી ચોપરા એક્સાઈટેડ જોવા મળી રહી છે. રાઘવ પણ રોયલ સ્ટાઈલમાં લગ્નની જાન લઈને પરિણીતીના ઘરે આવી રહ્યો છે. આ વીડિયો જોઈને કોઈપણના ચહેરા પર સ્માઈલ આવી જશે.

પરિણીતીએ પોતે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં પરિણીતી અને રાઘવ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં રાઘવ ચઢ્ઢા સહારાને બાંધતા જોવા મળે છે. તેઓ તૈયાર થઈને જાન સાથે પરિણીતીના ઘરે પહોંચી રહ્યા છે. તેનો પરિવાર પણ તેની સાથે છે. બીજી તરફ જ્યારે પરિણીતી ચોપરા રાઘવને જુએ છે ત્યારે તેનું એક્સાઈટમેન્ટ જોવા મળે છે. નવપરિણીત દુલ્હનના વેશમાં તૈયાર થયેલી પરિણીતી, ખુશીથી નાચવા લાગે છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

(VC: Parineeti Chopra Instagram)

વીડિયોની સાથે પરિણીતીએ કેપ્શનમાં લખ્યું છે કે મારા પ્રિય હસબેન્ડ માટે, એક સૌથી સુંદર ગીત જે મેં ગાયું છે, તમારી પાસે આવતી વખતે, લગ્નના મહેમાનોથી છુપાઈને, આ ગીતો ગાતા ગાતા, અને હું શું કહી શકું – ઓ પિયા, ચલે આ ચલે આ.. પરિણીતીના આ વીડિયો પર લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ગીત પરિણીતીએ પોતે ગાયું છે. તમને જણાવી દઈએ કે આ ગીત ખાસ આ ખાસ પ્રસંગ માટે કમ્પોઝ કરવામાં આવ્યું હતું. પરિણીતીએ આ યુનિક ગીતની તમામ વિગતો પણ શેર કરી છે.

આ પણ વાંચો: Dubai News: દીપિકા પાદુકોણ કાર્ડ ટ્રિકથી મેજિક જોઈને થઈ ગઈ હેરાન, Video થયો વાયરલ

ના આવી શકી બહેન પ્રિયંકા

પરિણીતી અને રાઘવની વાત કરીએ તો આ કપલે મે મહિનામાં સગાઈ કરી હતી અને તેઓ હવે લગ્નના બંધનમાં બંધાય ગયા છે. સગાઈ દરમિયાન બોલિવુડના કેટલાક સેલેબ્સ હાજર રહ્યા હતા. મોટી બહેન પ્રિયંકા ચોપરા પોતે વિદેશથી આ ઈવેન્ટમાં હાજરી આપવા માટે આવી હતી. પરંતુ લગ્નમાં ન તો મોટી બહેન પ્રિયંકા ચોપરા હાજર રહી અને ઈન્ડસ્ટ્રીનું બીજું કોઈ મોટું નામ ન જોવા મળ્યું. એક્ટ્રેસ ભાગ્યશ્રી અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા આ ઈવેન્ટનો ભાગ હતા. આ સિવાય સાનિયા મિર્ઝાએ તેની ખાસ મિત્ર પરિણીતીના લગ્નમાં પણ હાજરી આપી હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:08 pm, Sat, 30 September 23

Next Article