
બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને પોલિટિશિયન રાઘવ ચઢ્ઢાની જોડી ફેન્સમાં ખૂબ જ ફેમસ છે. એવામાં આ જોડી ટૂંક સમયમાં જ ચાહકોને એક ખુશખબરી આપશે તેવી શક્યતા છે. રાઘવ અને પરિણીતીએ વર્ષ 2023 માં લગ્ન કર્યા હતા અને ટૂંક સમયમાં જ તેઓ માતા-પિતા બનવાના છે.
ચાહકો નાની પરિણીતી અથવા તો નાના રાઘવના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને હવે એવું માનવામાં આવે છે કે, આ રાહ ફક્ત થોડા દિવસોની જ છે. તાજેતરમાં, અભિનેત્રી પરિણીતી ચોપરા તેના પતિ રાઘવ સાથે દિલ્હી એરપોર્ટ પર જોવા મળી હતી. દિલ્હીની તેમની મુલાકાતનું કારણ પરિણીતીનો પ્રેગ્નેન્સીનો પીરિયડ પૂરો થયો તેવું માનવામાં આવી રહ્યું છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, અભિનેત્રીનો ગર્ભાવસ્થાનો સમયગાળો પૂરો થઈ ગયો છે અને ચાહકોને ગમે ત્યારે સારા સમાચાર મળી શકે છે. આ દંપતીએ વર્ષ 2023 માં સગાઈ કરીને ફેન્સને સરપ્રાઇઝ કરી કાઢ્યા હતા.
ત્યારબાદ, તેમણે તે જ વર્ષના સપ્ટેમ્બરમાં ઉદયપુરમાં લગ્ન કર્યા. લગ્નમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર હતા. ખૂબ ઓછા લોકો તેમના સંબંધ વિશે જાણતા હતા. એવું કહેવાય છે કે, તેઓ ઘણા મહિનાઓ સુધી ગુપ્ત રીતે એકબીજાને ડેટ કરતા હતા અને પછી લગ્ન કરી લીધા.
અનેક અફવાઓ પછી, પરિણીતી અને રાઘવે ઓગસ્ટ 2025 માં અભિનેત્રીની પ્રેગ્નેન્સીની પુષ્ટિ કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેને ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. હવે દરેક ફેન્સ તેમના પહેલા બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.