Parineeti Chopra Engagement: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ ક્યાં અને ક્યારે થશે? દરેક પ્રશ્નનોના જવાબ જાણો

|

May 11, 2023 | 5:48 PM

Parineeti Chopra Engagement: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા તેની સગાઈના સમાચારોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીની સગાઈની નક્કી થયેલી તારીખ સહિત તમામ માહીતી જાણો

Parineeti Chopra Engagement: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ ક્યાં અને ક્યારે થશે? દરેક પ્રશ્નનોના જવાબ જાણો

Follow us on

Parineeti Chopra Engagement: બોલીવુડની વધુ એક અભિનેત્રી હવે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પરંતુ પરિણીતી ચોપરા છે. છેલ્લા ઘણા દિવસોથી પરિણીતીની સગાઈના સમાચાર સતત આવી રહ્યા છે. પરિણીતી ચોપરા (Parineeti Chopra)અને આપ નેતા રાઘવ ચઢ્ઢા  (Raghav Chadha) ની સગાઈની માહિતી પરિણીતીના ફેન્સ માટે લોકપ્રિય બની છે. પ્રિયંકા ચોપરાની નાની બહેન પરિણીતી ચોપરા હવે જીવનની નવી શરૂઆત માટે તૈયાર છે.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા 13 મે એટલે કે શનિવારે સગાઈ કરવા જઈ રહ્યા છે. આ દિવસે, આ કપલ એકબીજાને રીંગ પહેરાવીને તેમના સંબંધો પર પ્રેમની મહોર લગાવશે. એવું માનવામાં આવે છે કે આ ફંક્શન ખૂબ જ પ્રાઈવેટ હશે. જ્યાં માત્ર પરિવારના સભ્યો જ સામેલ થશે. બીજી તરફ, લેટેસ્ટ અપડેટ મુજબ, આ કપલની સગાઈનું ફંક્શન દિલ્હીના કનોટ પ્લેસના કપૂરથલા હાઉસમાં આયોજિત કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર સગાઈ કાર્યક્રમની શરૂઆત અરદાસથી થશે.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

 

 

આ પણ વાંચો : Adah Sharma Birthday: અદા શર્માએ વર્ષ 2008માં ડેબ્યૂ કર્યું, 15 વર્ષ પછી ‘The Kerala Story’એ બનાવી સ્ટાર

આ કાર્યક્રમ માટે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેથી મીડિયાને તેનાથી દૂર રાખી શકાય. સાથે જ એ પણ જાણવા મળ્યું છે કે અન્ય ફેમસ કપલ્સની જેમ જ આ કપલ પણ બોલિવૂડના ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના આઉટફિટ્સ પહેરવાના છે. હાલમાં પરિણીતી ચોપરા મનીષ મલ્હોત્રાના ઘરની બહાર જોવા મળી હતી. ત્યારબાદ એવા પણ અહેવાલો આવ્યા હતા કે પરિણીતી મનીષ મલ્હોત્રાના ઘરે તેની સગાઈના આઉટફિટ માટે ગઈ હતી.

પરિણીતી અને રાઘવના આઉટફિટ્સ મેચિંગ હશે. એવું માનવામાં આવે છે કે રાઘવ ચઢ્ઢાનો આઉટફિટ એક નેતા તરીકેની તેમની પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. રાઘવે ખાદી સિલ્ક પહેરવાના છે. હવે આ રીપોર્ટ સાચા નીકળતા જણાય છે. પરિણીતી અને રાઘવ દર થોડા દિવસે સાથે જોવા મળે છે. આ એ વાતનો પુરાવો છે કે લોકો પણ એ લમજે કે હવે આ કપલ હંમેશા માટે એક બીજાના થવા જઈ રહ્યા છે.

 

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article