બોલિવુડના શાનદાર અભિનેતા તરીકે જાણીતા પરેશ રાવલ હેરા ફેરીમાં બાબુરાવ ગણપતરાવ આપ્ટે અને ઓહ માય ગોડમાં કાંઝીભાઈ જેવા અનેક શાનદાર રોલ નિભાવી ચૂક્યા છે. થિયેટર અને પ્લેની દુનિયામાં ફેમસ પરેશ રાવલે ફિલ્મ અર્જુનથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી અને કોમિકથી લઈ વિલન સુધીના રોલમાં કામ કરી ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ પરેશ રાવલની પત્ની સ્વરુપ સંપત વિશે જે મિસ ઈન્ડિયા રહી ચૂકી છે.
અનેક લોકોને જાણ નહિ હોય કે, પરેશ રાવલની પત્ની સ્વરુપ સંપત 1979માં મિસ ઈન્ડિયાનો ખિતાબ પોતાના નામ કરી ચૂકી છે. પતિની જેમ સ્વરુપ પણ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલી રહી છે. આ સિવાય તે કોમેડી ટીવી શો, યે જો હૈ જીંદગીમાં પણ જોવા મળી ચૂકી છે.
આ પણ વાંચો : Safar Song Lyrics: મોહિત ચૌહાણ દ્વારા ગાવામાં આવેલા સફર સોન્ગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
પરેશે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સ્વરૂપને જોતાની સાથે જ તેને પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો. વર્ષ 1975 હતું અને પરેશ તેના પ્રેમમાં પાગલ થઈ ગયો અને તેના મિત્રોને કહ્યું કે એક દિવસ તે તેની સાથે ચોક્કસ લગ્ન કરશે. તેણે કહ્યું કે તે તેની રાહ પણ જોઈ શકતો નથી અને પછી તેણે તેને સીધું જ તેને હા કહેવા કહ્યું. પરેશે સીધું જ કહ્યું કે મારે તારી સાથે લગ્ન કરવા છે. તેઓએ 12 વર્ષ સુધી ડેટિંગ કર્યું અને અંતે 1987માં લગ્ન કર્યા.
સ્વરુપ મોડલિંગની દુનિયામાં પણ ખુબ એક્ટિવ રહી છે. સ્વરુપ દિવ્યાંગ બાળકોને એક્ટિંગ શીખવાડવાનું કામ કરે છે. કહેવામાં આવે છે કે, પીએમ મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે સ્વરુપને બાળકો માટે એજ્યુકેશન પ્રોગ્રામના હેડ તરીકે પસંદગી કરી હતી.
સ્વરુપ ટીચિંગ અને સમાજ સેવા સિવાય અનેક પુસ્તકો પણ લખી ચૂકી છે. સ્વરુપ અને પરેશના બે પુત્ર અનિરુદ્ધ અને આદિત્ય છે. રિપોર્ટ મુજબ સ્વરુપે કહ્યું કે, તેણે કહ્યું કે, 80ના દશક પછી સારી ફિલ્મો બનવાનું બંધ થયું અને તેણે ફિલ્મ છોડી દીધી.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…