Breaking News: “શું ગુજરાત પાકિસ્તાનમાં કે બાંગ્લાદેશમાં છે?” National Film Awards પર ‘વિવાદ’, પરેશ રાવલે આપ્યો ‘જડબાતોડ જવાબ’

"શું ગુજરાત પાકિસ્તાનમાં છે?" નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સેરેમની ગુજરાતમાં યોજવા પર થઈ રહેલા વિવાદ વચ્ચે પરેશ રાવલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, આમાં કંઈ ખોટું નથી અને રાજકારણ કરનારાઓએ સમજવું જોઈએ કે ગુજરાત પણ આપણા જ દેશમાં આવે છે.

Breaking News: શું ગુજરાત પાકિસ્તાનમાં કે બાંગ્લાદેશમાં છે? National Film Awards પર વિવાદ, પરેશ રાવલે આપ્યો જડબાતોડ જવાબ
| Updated on: Sep 12, 2026 | 3:51 PM

બોલિવુડ અભિનેતા પરેશ રાવલે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની સેરેમની ગુજરાતમાં લઈ જવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું છે કે, તેમાં કોઈ આશ્ચર્ય પામવા જેવી વાત નથી. ભારત સરકારે નિર્ણય લીધો છે કે, 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ 22 સપ્ટેમ્બરે ગુજરાતમાં યોજાશે, જેને લઈને હંગામો મચેલો છે.

National Film Awards દિલ્હી સુધી જ સીમિત કેમ રહેવો જોઈએ?

પરેશ રાવલે આ નિર્ણયને સમર્થન આપતા કહ્યું છે કે, ગુજરાત પણ આ જ દેશનો હિસ્સો છે અને જો દેશની રાજધાનીની જગ્યાએ સરકાર ત્યાં કલાકારોને સન્માનિત કરવા માંગતી હોય તો તેમાં કંઈ પણ ખોટું નથી. આટલો મોટો પુરસ્કાર સમારોહ માત્ર દિલ્હી સુધી જ સીમિત કેમ રહેવો જોઈએ?

ANI સાથે વાત કરતા પરેશ રાવલે કહ્યું, “શું ગુજરાત પાકિસ્તાનમાં છે કે પછી એ બાંગ્લાદેશમાં છે? ગુજરાત આ જ દેશનો હિસ્સો તો છે. આ આપણા જ દેશમાં છે તો પછી કેમ આટલો મોટો પુરસ્કાર સમારોહ ગુજરાતમાં ન થઈ શકે? મને એવું લાગે છે કે, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના દરેક રાજ્યમાં યોજાવો જોઈએ. તેમાં કંઈ પણ ખોટું નથી.”

પોલિટિક્સનું તો કામ છે સવાલો ઉઠાવવાનું: પરેશ રાવલ

પરેશ રાવલે પોતાની વાત આગળ વધારતા કહ્યું, “26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટની પરેડ દિલ્હીમાં જ થાય છે. હું તો ઈચ્છું છું કે, આ પ્રકારના મોટા ફંક્શન્સ દેશના દરેક રાજ્યમાં થવા જોઈએ. પોલિટિક્સનું તો કામ છે સવાલો ઉઠાવવાનું પરંતુ મારા હિસાબે આ ખોટું નથી.”

પરેશ રાવલના નિવેદનને સતત લોકોનું સમર્થન મળી રહ્યું છે અને બધા કહી રહ્યા છે કે, દેશના દરેક રાજ્યમાં જો આવા મોટા સમારોહ યોજાશે તો દરેક રાજ્ય ગૌરવ અનુભવશે અને દરેક રાજ્યના લોકોને આગળ આવવાની તક મળશે.

‘રીમેક પર રીમેક ક્યાં સુધી?’ ‘Haiwaan’ થી કંટાળ્યા ફેન્સ, અક્ષયથી દૂરી બનાવવાનું શરૂ કર્યું

Published On - 3:50 pm, Sat, 12 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.