Breaking News :’ઓપરેશન સિંદૂર’થી ડરી ગયું નમાલું પાકિસ્તાન, હવે ડરના કારણે ભર્યું મોટું પગલું

ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કર્યા પછી પાકિસ્તાન ડરી ગયું છે. પરિસ્થિતિ એવી છે કે હવે પાકિસ્તાન સરકારે લાહોર અને ઇસ્લામાબાદ એરપોર્ટ પર તમામ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે.

Breaking News :ઓપરેશન સિંદૂરથી ડરી ગયું નમાલું પાકિસ્તાન, હવે ડરના કારણે ભર્યું મોટું પગલું
| Updated on: May 08, 2025 | 2:13 PM

ભારતે પહેલાગામમાં થયેલા આતંકી હુમલાનો જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપ્યો છે. ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનના આતંકી ઠેકાણાને ધ્વસ્ત કર્યા છે.ભારતીય સેનાએ કરેલા આ હુમલાથી પાકિસ્તાન ડરી ગયું છે. હવે પાકિસ્તાન સરકારે લાહૌર અને ઈસ્લામાબાદ એરપોર્ટ તમામ કોમર્શિયલ ફલાઈટ્સ માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે.

લાહોરમાં થયેલા બોમ્બ વિસ્ફોટની અસર પાકિસ્તાનના આકાશમાં પણ જોવા મળી રહી છે. લાહોર અને તેની આસપાસની બધી ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઇટ 24 ના નકશામાં, પાકિસ્તાનમાં ફક્ત 3 વિમાનો ઉડતા જોવા મળે છે.

ઓપરેશન સિંદૂરથી ગભરાયું પાકિસ્તાન

રિપોર્ટ મુજબ લાહોરના ધમાકા બાદ દુનિયાના દેશોએ પોતાના વિમાનને પાકિસ્તાનથી ડાયવર્ટ કરી દીધા છે. જે ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે તે બધી ઇસ્લામાબાદ, કરાચી અને લાહોર થઈને જવાની હતી.તમામ ફ્લાઈટ સુરક્ષાને કારણે ડાયવર્ટ કરવામાં આવ્યા છે. લાહોરમાં ગુરુવારના સવારે એક ડ્રોન ધમાકો થયો છે. આ ધમાકાથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે.

કરાચીના એરપોર્ટ તાત્કાલિક બંધ

પાકિસ્તાની સેના મુજબ ભારતની સ્ટાઈક સમયે પાકિસ્તાનના એર સ્પેસમાં 57 ફ્લાઈટ ઉડી રહી હતી.ત્યારબાદ પાકિસ્તાનના એરસ્પેસથી પસાર થનારી તમામ એરલાઇન્સે તેમના રૂટ બદલી નાખ્યા છે.આ એરલાઇન કંપનીઓએ કહ્યું કે આ નિર્ણય સુરક્ષાના દૃષ્ટિકોણથી લેવામાં આવ્યો છે. એરલાઇન્સે પાકિસ્તાનને બદલે અરબી સમુદ્રનો માર્ગ પસંદ કર્યો.એટલું જ નહીં સ્ટ્રાઈકને કારણે પાકિસ્તાને બુધવારે સિયાલકોટ, લાહોર અને કરાચીના એરપોર્ટ તાત્કાલિક બંધ કરી દીધા હતા.

પાકિસ્તાનને કરોડો રુપિયાનું નુકસાન

એરસ્પેસમાં ફ્લાઈટ ન ઉડવાને કારણે પાકિસ્તાનને કરોડો રુપિયાનું નુકસાન થશે. વિમાન કંપની એર સ્પેસમાં ફ્લાઈટ ઉડાડવા માટે પાકિસ્તાનને પૈસા આપે છે.પરંતુ જ્યારે તેના વિમન એર સ્પેસમાં જઈ શકશે નહી તો તેના પૈસા પાકિસ્તાનને મળશે નહી. કંગાળ પાકિસ્તાનને ફ્લાઈવેટ ડાયવર્ટથી વધુ એક ઝટકો લાગ્યો છે.

લાહોરમાં એક બાદ એક ધમાકા

પાકિસ્તાની મીડિયા મુજબ લાહોરમાં એક બાદ એક 3 સીરિયલ બ્લાસ્ટ થયા છે. લોકોનું કહેવું છે કે, આ હુમલો મિસાઈલના કારણે થયો છે. પાકિસ્તાન સરકારે આને ડ્રોન અટેક ગણાવ્યો છે. આ ડ્રોન કોનું છે. તેનો કોઈ ખુલાસો થયો નથી.આ બોમ્બ વિસ્ફોટને કારણે લાહોરમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. એરપોર્ટથી લઈને દરેક મોટા સ્થળ સુધી, બધું તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.