KBC 16 : હોટ સીટ પર ઓલિમ્પિયન મનુ ભાકરે અમિતાભ બચ્ચનને સંભળાવ્યો ડાયલોગ, જુઓ વીડિયો

|

Sep 05, 2024 | 12:38 PM

મનુ ભાકરે માત્ર 22 વર્ષની ઉંમરમાં ઈતિહાસ રચી દીધો છે. તેમણે 2024માં પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા છે. હાલમાં મનુ ભાકર અમિતાભ બચ્ચનના કેબીસી 16માં પહોંચી હતી. જેનો પ્રોમો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

KBC 16 : હોટ સીટ પર ઓલિમ્પિયન મનુ ભાકરે અમિતાભ બચ્ચનને સંભળાવ્યો ડાયલોગ, જુઓ વીડિયો

Follow us on

પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતી આખા દેશમાં ચર્ચા થનાર ઓલિમ્પિયન મનુ ભાકર અમિતાભ બચ્ચનો શો કૌન બનેગા કરોડ પતિ સીઝન 16માં આવી હતી. હોટ સીટ પર બેસી મનુ ભાકરનો પ્રોમો વીડિયો સોની ટીવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં મનુ ભાકર અમિતાભ બચ્ચનની સામે તેની ફિલ્મના ડાયલોગ બોલતી જોવા મળી રહી છે. કેબીસી 16નો આ શો 5 સપ્ટેમ્બરના રોજ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

કેબીસીમાં સૌનું દિલ જીત્યું

સોશિયલ મીડિયા પર મનુ ભાકરનો પ્રોમો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મનુ અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ મોહબ્બતેનો ડાયલોગ બોલતી જોવા મળી રહી છે. સોની ટીવીએ મનુ ભાકરનો આ એપિસોડનો વીડિયોની ક્લિપ શેર કરતા કહ્યું આવી રહી છે દેશની શાન મનુ ભાકર કેબીસીમાં સૌનું દિલ જીતવા,શોમાં મનુ સાથે કુશ્તીમાં બ્રોન્ઝ મેડાલિસ્ટ અમન સહેરાવત પણ જોવા મળી રહ્યો છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

 

 

22 વર્ષની ઉંમરમાં ઈતિહાસ રચ્યો

મનુ ભાકરે અંદાજે 22 વર્ષની ઉંમરમાં ઈતિહાસ રચ્યો છે.આઝાદી બાદ તે એક જ ઓલિમ્પિક રમતમાં 2 મેડલ જીતનાર પહેલી ભારતીય ખેલાડી બની ગઈ છે,આ ઉપલબ્ધિ 2024ના પેરિસ ઓલિમ્પિકમાં મેળવી છે. મનુએ પેરિસ 2024 ઓલિમ્પિકની 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટમાં આ મેડલ જીત્યો છે.ભાકરને ભારતના ફેમસ શૂટર જસપાલ રાણાએ કોચિંગ આપ્યું છે.

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં દેશને પહેલો મેડલ અપાવ્યો હતો. તેણે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પેરિસમાં મનુએ કુલ 2 મેડલ જીત્યા છે. મનુ ભાકર અને સરબજોત સિંહે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

મનુ ભાકરે તેની કારકિર્દીમાં અનેક રમત રમી

હરિયાણાના ઝજ્જરના નાના ગામ ગોરિયાની રહેવાસી મનુ ભાકરે તેની કારકિર્દી દરમિયાન ઘણી રમતો રમી હતી. ક્યારેક મનુએ કબડ્ડીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો તો ક્યારેક કરાટેમાં હાથ અજમાવ્યો. પ્રાથમિક રીતે શૂટિંગ પસંદ કરતા પહેલા, મનુએ સ્કેટિંગ, માર્શલ આર્ટ, કરાટે, કબડ્ડી અને બોક્સિંગ જેવી રમતોમાં પોતાનું નસીબ અજમાવ્યું હતુ. તમને જણાવી દઈએ કે, પેરિસ ઓલિમ્પિકમાં ભારતે કુલ 6 મેડલ જીત્યા છે. જેમાં 1 સિલ્વર મેડલ અને 5 બ્રોન્ઝ મેડલ સામેલ છે.

Next Article