17 વાર ‘કૃષ્ણ’ બનીને અભિનેતાએ ઈતિહાસ રચ્યો હતો, અભિનેતાને લોકો ભગવાન માની પૂજા કરતા હતા

|

Aug 26, 2024 | 12:19 PM

જન્માષ્ટમીનો તહેવાર લોકો ધામધુમથી ઉજવે છે. હિંદુ ધર્મમાં સ્ક્રીન પર અનેક સ્ટારે શ્રી કૃષ્ણનું પાત્ર નિભાવ્યું હતુ. તે એટલા પોપુલર થયા કે, ચાહકો તેને કૃષ્ણ માની પુજા કરતા હતા. આજે આપણે એવા અભિનેતા વિશે વાત કરીશું કે, આ સ્ટારે 17 વખત કૃષ્ણનું પાત્ર નિભાવ્યું હતુ.

17 વાર કૃષ્ણ બનીને અભિનેતાએ ઈતિહાસ રચ્યો હતો, અભિનેતાને લોકો ભગવાન માની પૂજા કરતા હતા

Follow us on

આજે 19 ઓગસ્ટના રોજ દેશભરમાં જન્માષ્ટમીનો પર્વ ધામધુમથી મનાવવામાં આવે છે. બોલિવુડ સ્ટાર પણ જન્માષ્ટમીની ઉજવણી કરતા જોવા મળતા હોય છે. તમને જણાવી દઈએ કે, બોલિવુડમાં એવી કેટલીક ફિલ્મો છે, જે શ્રી કૃષ્ણ આધારિત છે. જેમાં અનેક સ્ટારે સ્ક્રિન પર કૃષ્ણનો રોલ પ્લે કર્યો છે. આજે અમે તમને એક એવા સ્ટાર વિશે જણાવીશું કે, જેમણે 17 વખત ફિલ્મોમાં ભગવાન કૃષ્ણનું પાત્ર નિભાવ્યું હતુ. આ સ્ટાર બીજું કોઈ નહિં પરંતુ એનટી રામા રાવ છે.

લોકો ભગવાન માનીને પૂજા કરતા

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો અભિનેતા એનટી રામા રાવ પહેલો એવો સ્ટાર છે, જે 17 વખત કૃષ્ણના અવતારમાં જોવા મળ્યો હતો.સાઉથ સ્ટાર એનટી રામા રાવેના કરિયરની વાત કરીએ તો તેમણે કરિયરમાં અંદાજે 300 ફિલ્મોમાં કામ કર્યું છે. 17 વખત શ્રી કૃષ્ણનો રોલ પ્લે કર્યા બાદ તેને લોકો ભગવાન માની પુજા કરતા હતા. તેમણે 1950માં પોતાના કરિયરની શરુઆત કરી હતી. આ દરમિયાન મોટાભાગની ફિલ્મો હિંદુ-દેવી દેવતાઓ પર બનાવવામાં આવતી હતી. તેમણે શ્રીકૃષ્ણાર્જુન યુધમ, દાનવીર સૂર કર્ણ, કર્ણ જેવી ફિલ્મો માઈથોલોજિકલ ફિલ્મોમાં કામ કર્યું છે.

Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024

 

 

પુત્રનું નામ જૂનિયર એનટીઆર

પોપ્યુલર અભિનેતાનું નામ નંદમુરી તારક રામા રાવ છે. તેલુગુ ફિલ્મોના મશહુર અભિનેતા રામા રાવને એનટીઆરના નામથી પણ ઓળખવામાં આવે છે. અભિનેતા સિવાય તે ડાયરેકટર અને પોલિટીશિયન પણ હતા. એનટીઆરનું નિધન 73 વર્ષની વયે થયું હતુ.એનટીઆરે તેલુગુ ઉપરાંત તમિલ અને હિન્દી ફિલ્મો પણ કામ કર્યું હતુ. ફિલ્મોમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.એનટીઆરના પરિવારની વાત કરીએ તો જૂનિયર એનટીઆરનું સાઉથ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે.

આંધ્ર પ્રદેશના સીએમ પણ બન્યા

એનટી રામા રાવ એક્ટિંગની સાથે સાથે પોલિટિક્સમાં પણ હિટ રહ્યા હતા. તે આંધ્ર પ્રદેશના સીએમ પણ બન્યા હતા. રામા રાવે પોતાના કરિયરમાં 3 વખત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીની ખુરશી સંભાળી હતી. તમને જણાવી દઈએ અભિનેતા ફિલ્મોમાં રાવણના રોલમાં પણ જોવા મળી ચૂક્યા છે. આજે જન્માષ્ટમીનો તહેવાર છે તો દુનિયાભરમાં કૃષ્ણના મંદિરોમાં કૃષ્ણના નાદ સાંભળવા મળી રહ્યા છે. આજે ભગવાન કૃષ્ણની વિશેષ પુજા પણ કરવામાં આવે છે. તેમજ ભક્તો આજે ઉપવાસ પણ રાખે છે.

Next Article