
સોની ટીવીના ચર્ચિત ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સિઝન 3ના સ્પેશિયલ શોમાં જજ તરીકે કરિશ્મા કપૂર પહોંચી હતી. શોના મંચ પર કેટલાક શાનદાર કિસ્સા શેર કર્યા હતા. પરફોર્મન્સના વખાણ કરતા પોતાની પહેલી બાઈક રાઈડરનો અનુભવ સૌની સાથે શેર કર્યા હતો. ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 3ના સ્પર્ધક વિપુલ કાંડપાલ અને તેના કોરિયોગ્રાફર પંકજ થાપાએ ચલા જાતા હું પર કરિશ્મા કપુર અને શોના જજ સામે શાનદાર પરફોર્મન્સ કર્યો હતો. એપિસોડની થીમને જોઈ ગુરુ શિષ્યની આ જોડીએ કોરિયોગ્રાફીમાં સ્કુટરનો ઉપયોગ કર્યો હતો. જજોની સાથે કરિશ્મા કપુરે પણ બંન્ને ડાન્સના વખાણ કર્યા હતા.
આ પણ વાંચો : Kal Ho Naa Ho Song lyrics : સોનું નિગમ દ્વારા ગાવામાં આવેલુ ‘કલ હો ના હો’ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચોentertainment news
તમને જણાવી દઈએ કે, સ્પર્ધક વિપુલ માટે શાનદાર દિવસ હતો. કારણ કે, તેમણે કરિશ્મા કપુરની સાથે આ ખાસ સ્ટેજ શેર કર્યો હતો. બંન્ને તુઝકો મિર્ચી લગી તો પર શાનદાર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન તેમણે રાજા હિન્દુસ્તાની અભિનેત્રીએ જુના દિવસોને તાજા કરીને પોતાની પ્રથમ બાઈક રાઈડને યાદ કરી હતી.
આ શાનદાર પળ સંભળાવતા કરિશ્માએ કહ્યું તેની પ્રથમ બાઈક રાઈડ તેના જીજાજી એટલે કે, સૈફ અલી ખાનની સાથે હતી. જેની સાથે ફિલ્મ હમ સાથ સાથ હૈમાં સ્ક્રીન શેર કરી હતી. બંન્ને એક શૂટ માટે બાઈક સવારી કરી હતી.
કરિશ્મા કપૂરે કહ્યું કે, એડ શૂટ દરમિયાન તેને ખબર પડી કે સૈફને મોટરસાઇકલ ચલાવતા નથી આવડતું અને તેણે શૂટિંગ માટે એક દિવસમાં તે શીખી લીધી. કરિશ્મા ખૂબ જ આશ્ચર્યચકિત હતી પરંતુ ઓમકારા અભિનેતાએ તેને ખાતરી આપી હતી કે તે સારી રીતે બાઇક ચલાવી શકે છે. કરિશમાએ પણ તેના પર વિશ્વાસ રાખીને તેના જીવનની પ્રથમ બાઇક રાઇડ પર બેઠી હતી.