નિકે મોકલ્યો આ મેસેજ અને પ્રિયંકાએ કરી ‘Privacy’ માટે માંગણી, બંનેની પહેલી ‘Chat’ સોશિયલ મીડિયા પર વાયરલ

બોલિવૂડ અને હોલીવૂડની સુપરહિટ જોડી પ્રિયંકા ચોપરા અને નિક જોનસની લવ સ્ટોરી આજે પણ ફેન્સની ફેવરિટ છે. હાલમાં જ એક શો દરમિયાન આ કપલે પોતાના જૂના દિવસોને યાદ કર્યા અને જણાવ્યું કે, કેવી રીતે એક સામાન્ય ટ્વિટર મેસેજ (DM) થી તેમની વાતચીત શરૂ થઈ હતી, જે આગળ જતાં પ્રેમ અને લગ્નમાં બદલાઈ ગઈ.

નિકે મોકલ્યો આ મેસેજ અને પ્રિયંકાએ કરી Privacy માટે માંગણી, બંનેની પહેલી Chat સોશિયલ મીડિયા પર વાયરલ
Image Credit source: AI Generated
| Updated on: Jul 16, 2026 | 4:54 PM

પ્રિયંકા ચોપરા અને નિક જોનસની પહેલી ચેટ ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહી છે. 14 જુલાઈએ ટેલિકાસ્ટ થયેલા ‘Hey Jonas’ શોમાં બંનેએ પોતાની લવ સ્ટોરીને ફરીથી યાદ કરી. આ દરમિયાન ‘જો જોનસ’ અને ‘કેવિન જોનસે’ તેમના જૂના મેસેજ વાંચીને સંભળાવ્યા.

નિક જોનસે કર્યો ‘ખુલાસો’

નિક જોનસે ખુલાસો કર્યો કે, પ્રિયંકાને પહેલો મેસેજ મોકલવાનો આઈડિયા તેમને પોતાના ભાઈ ‘કેવિન જોનસ’ તરફથી મળ્યો હતો. કેવિને તેમને પૂછ્યું હતું કે, શું તેમણે પ્રિયંકાનો પોપ્યુલર શો ‘Quantico’ જોયો છે? નિકે જણાવ્યું કે, તેમણે આ સિરીઝ જોઈ નહોતી પરંતુ જ્યારે તેમની નજર પ્રિયંકાના ‘Quantico’ વાળા બિલબોર્ડ પર પડી, ત્યારે જ તેમણે તેમનો સંપર્ક કરવાનો નિર્ણય કરી લીધો.

નિક જોનસે પ્રિયંકા ચોપરાને મોકલેલા પહેલા ટ્વિટર ડીએમ (DM) માં લખ્યું હતું, “Hi… ઘણા લોકોએ કહ્યું છે કે, આપણે એકવાર મળવું જોઈએ અને મને પણ તેમની વાત સાચી લાગે છે. શું તું ટૂંક સમયમાં લોસ એન્જલસ આવવાની છે?” નિકના ભાઈએ જણાવ્યું કે, પ્રિયંકા પહેલાથી જ પોતાના કોમન ફ્રેન્ડ ગ્રેહામ રોજર્સના માધ્યમથી નિકને ઓળખતી હતી.

ટ્વિટરથી પર્સનલ મેસેજ પર શિફ્ટ થઈ ગયા ‘નિક’ અને ‘પ્રિયંકા’

કપલે ટ્વિટર પર વાતચીત ચાલુ રાખવાને બદલે તેને પર્સનલ કરવાનો નિર્ણય કર્યો. પ્રિયંકાએ જવાબ આપ્યો, “Hi… ગ્રેહામે તારા વિશે ઘણું બધું જણાવ્યું છે. ચાલ ટેક્સ્ટ પર વાત કરીએ. ત્યાં બધું પ્રાઇવેટ રહેશે, કારણ કે મારી ટીમ પણ આ એકાઉન્ટનો એક્સેસ ધરાવે છે.” આ પછી બંનેની વાતચીત ટ્વિટરથી સીધી ફોન પર શિફ્ટ થઈ ગઈ.

નિકે પ્રિયંકા સાથેની વાતચીતને આ રીતે કન્ફર્મ કરી

આ જ એપિસોડમાં પ્રિયંકા ચોપરાએ એક કિસ્સો શેર કર્યો. તેમાં જણાવ્યું કે, જ્યારે બંને ટેક્સ્ટ મેસેજ પર વાત કરવા લાગ્યા, ત્યારે નિક જોનસને એ વાતની ખાતરી કરવી હતી કે, તેઓ ખરેખર પ્રિયંકા સાથે જ વાત કરી રહ્યા છે. એટલા માટે તેમણે પ્રિયંકાને ટાઇમસ્ટેમ્પ (Timestamp) સાથે એક ફોટો મોકલવા કહ્યું, જેથી તેમની ઓળખ કન્ફર્મ થઈ શકે. આ પછી જ બંનેની વાતચીત આગળ વધી.

નિક જોનસ અને પ્રિયંકા ચોપરાના લગ્ન

એક ટ્વિટર DM થી શરૂ થયેલી વાતચીત ટૂંક સમયમાં જ દોસ્તી અને પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેએ ડિસેમ્બર 2018 માં જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા. આ વેડિંગ સેલિબ્રેશનમાં ખ્રિસ્તી અને હિન્દુ બંને પરંપરાઓ મુજબ વિધિઓ કરવામાં આવી હતી, જેમાં પરિવાર અને નજીકના મિત્રોએ ભાગ લીધો હતો.

બોલિવુડમાં હિટ થવા બોલિવુડ અભિનેત્રીઓએ પ્લાસ્ટિક સર્જરી કરાવી, પરંતુ રહી ફ્લોપ, જુઓ ફોટો

Published On - 4:53 pm, Thu, 16 July 26

Follow Us
Loading...
Unable to load recommendations.