Neetu Kapoor: ‘જ્યાં તેની સફર પૂરી થઈ, ત્યાં મારી શરૂઆત થઈ..’, નીતુ કપૂરનું છલકાયું દર્દ, અભિનેત્રીએ ઋષિ કપૂર વિશે કહી આ વાત

|

Apr 11, 2022 | 10:02 AM

અભિનેત્રીએ લગ્ન પછી ફિલ્મોમાં ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું (Neetu Kapoor-Rishi Kapoor). પરંતુ હવે નીતુ કપૂર ફરી એકવાર કેમેરાની સામે આવી છે.

Neetu Kapoor: જ્યાં તેની સફર પૂરી થઈ, ત્યાં મારી શરૂઆત થઈ.., નીતુ કપૂરનું છલકાયું દર્દ, અભિનેત્રીએ ઋષિ કપૂર વિશે કહી આ વાત
Rishi Kapoor Neetu Kapoor

Follow us on

નીતુ કપૂરે (Neetu Kapoor) લાઈટ, કેમેરા, એક્શનની દુનિયાથી ઘણું અંતર બનાવી લીધું હતું. જો કે લગ્ન બાદ તે ઋષિ કપૂર (Rishi Kapoor) સાથે ‘દો દુની ચાર’ (Do Dunee Chaar) અને ‘બેશમ’ (Besharm) ફિલ્મોમાં જોવા મળી હતી. 63 વર્ષીય સુંદર અભિનેત્રીએ તેની ફિલ્મી કારકિર્દી ચાલુ રાખી નહીં અને પરિવારને સમય આપ્યો. અભિનેત્રીએ લગ્ન પછી ફિલ્મોમાં ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું (Neetu Kapoor-Rishi Kapoor). પરંતુ હવે નીતુ કપૂર ફરી એકવાર કેમેરાની સામે આવી છે. ખાસ વાત એ છે કે આ વખતે નીતુ કપૂરે ફિલ્મી પડદે નહીં પરંતુ ટીવીની દુનિયામાં પગ મૂક્યો છે.

ટીવી પર કરવા જઈ રહી છે શરૂઆત , ઋષિ કપૂરને કર્યા યાદ

આવી સ્થિતિમાં, નીતુ કપૂર ઋષિ કપૂરને યાદ કરે છે અને કહે છે કે ‘તેમની સફર ખતમ થઈ અને મારી શરૂઆત.’ નીતુ કપૂર ટેલિવિઝન રિયાલિટી શો ‘ડાન્સ દીવાને જુનિયર્સ’થી ટીવીમાં ડેબ્યૂ કરી રહી છે. નીતુએ કહ્યું કે, આ શો તેના દિલની ખૂબ નજીક છે. કારણ કે તેણે 31 માર્ચથી આ શોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે ઋષિ કપૂરની ફિલ્મ ‘શર્મા જી નમકીન’ રીલિઝ થઈ હતી. આના પર નીતુએ કહ્યું, ‘મારા માટે આ ખૂબ જ ભાવનાત્મક બાબત છે. સાથે જ તે મારા માટે એક નવો પડકાર હતો. કારણ કે ઋષિજીની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીન એ જ દિવસે રિલીઝ થઈ હતી. જે દિવસે મેં આ શો શૂટ કર્યો હતો. મારા માટે તે એકદમ અજીબ હતું. જ્યાં એક તરફ તેની સફર સમાપ્ત થઈ, ત્યાં મારી ફરી શરૂઆત થઈ.

નીતુ કપૂર ડાન્સ દીવાને જુનિયર્સ શોમાં જોવા મળશે

IANSને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રી નીતુએ કહ્યું- તે ‘ડાન્સ દીવાને જુનિયર્સ’થી ટેલિવિઝન ડેબ્યૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. નીતુ કપૂરે કહ્યું, જ્યારથી મેકર્સે આ માટે મારો સંપર્ક કર્યો ત્યારથી હું ખૂબ જ ઉત્સાહિત હતી. તે બાળકોનો શો છે અને મને બાળકો સાથે રહેવું ગમે છે. વધુમાં, ટીવી મારા માટે એક નવું સાધન હશે. જ્યાં હું કામ કરીશ. આ વાતાવરણ નવું હશે, તેથી હું ખૂબ જ ખુશ છું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

આ પણ વાંચો: Alia-Ranbir Wedding: લગ્નની તૈયારીઓ શરૂ, દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે રણબીર કપૂરનું ઘર

આ પણ વાંચો: Surat : આકરી ગરમીને કારણે પીવાના પાણીમાં છેલ્લા એક મહિનાથી 50 એમએલડીનો વધારો 

Published On - 9:59 am, Mon, 11 April 22

Next Article