એનસીબીનો દાવો, રિયા ચક્રવર્તીને ઘણી વખત કરાવી ગાંજાની ડિલિવરી, એક્ટ્રેસ પર સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ માટે ઉશ્કેરવાનો આરોપ

એનસીબીએ ડ્રગ્સ કેસમાં દાવો કર્યો છે કે રિયા ચક્રવર્તીએ (Rhea Chakaraborty) ઘણી વખત ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. આ કેસમાં તેનો ભાઈ શોવિક ચક્રવર્તી પણ સામેલ હતો.

એનસીબીનો દાવો, રિયા ચક્રવર્તીને ઘણી વખત કરાવી ગાંજાની ડિલિવરી, એક્ટ્રેસ પર સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ માટે ઉશ્કેરવાનો આરોપ
Rhea Chakaraborty and Sushant Singh Rajput
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jul 13, 2022 | 5:18 PM

બોલિવૂડના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajput) મૃત્યુને હવે 2 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ પરિસ્થિતિ એ છે કે આ કેસની આગ ઠંડી થવાનું નામ નથી લઈ રહી. છેલ્લા બે વર્ષથી આ કેસની મુખ્ય આરોપી અને સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakaraborty) પર એનસીબીની નજર છે. હાલમાં એનસીબીએ સુશાંત સિંહ રાજપૂત સાથે સંબંધિત ડ્રગ્સ કેસમાં રિયા વિશે દાવો કર્યો છે કે એક્ટ્રેસે ઘણી વખત ગાંજાની ડિલિવરી કરી હતી. જેમાં તેના ભાઈ શૌવિક ચક્રવર્તીનું (Showik Chakraborty) નામ પણ સામેલ છે.

મીડિયા રિપોર્ટ્સથી મળેલી જાણકારીમાં એનસીબીએ ડ્રગ્સ કેસમાં દાવો કર્યો છે કે રિયા ચક્રવર્તીએ ઘણી વખત ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. જેમાં તેના ભાઈ શૌવિક ચક્રવર્તીનો પણ પૂરેપૂરો હાથ હતો. આ સિવાય રિપોટ્સ મુજબ એક્ટ્રેસ પર સુશાંત સિંહ રાજપૂતને નશાની લતની આદત કરાવવા માટે ઉશ્કેરવાનો પણ ગંભીર આરોપ છે.

આ પણ વાંચો

એનસીબીએ કર્યો ખુલાસો

12 જુલાઈના રોજ થયેલી સુનાવણીમાં એનસીબીએ રિયાના કેસમાં આ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે એક્ટ્રેસ, સૌવિક સહિત તમામ આરોપીઓએ એકબીજા સાથે મળીને માર્ચ 2020 થી ડિસેમ્બર 2020 સુધી ગુનાહિત કાવતરું ઘડ્યું હતું, જેથી તે બોલીવુડ અને હાઈ સોસાઈટીમાં ડ્રગ્સનું વિતરણ, વેચાણ અને ખરીદી કરી શકે.

આ કલમો હેઠળ નોંધાયો કેસ

મંગળવારે કોર્ટમાં એનસીબીએ દાવો કર્યો હતો કે આરોપીઓએ માત્ર મુંબઈમાં ડ્રગ્સની દાણચોરી માટે ફંડિંગ પૂરું પાડ્યું નથી પરંતુ ગાંજા, ચરસ, કોકીન જેવા ડ્રગ્સનો ઉપયોગ પણ કર્યો હતો. ગેરકાયદેસર દાણચોરી અને ગુનામાં સંડોવાયેલા અને ગુનેગારોને મદદ કરવા બદલ તમામ આરોપીઓ સામે કલમ 27 અને 27A લાગુ કરવામાં આવી છે. આ સિવાય તેમની સામે કલમ 28 અને કલમ 29 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

27 જુલાઈએ થશે આગામી સુનાવણી

દાવા મુજબ રિયા અને તેનો ભાઈ શૌવિક બંને ડ્રગ્સનો વેપાર કરતા ગુનેગારોના સતત સંપર્કમાં હતા. આ સાથે તે ડ્રગ્સનો ઓર્ડર આપતો હતો અને તેને સહઆરોપીઓ પાસેથી ડિલવરી કરાવતો હતો. જે બાદ નશીલા પદાર્થો સુશાંત સિંહ રાજપૂતને આપતો હતો. પરંતુ અત્યારે આ કેસની સુનાવણી 27 જુલાઈ એટલે કે 15 દિવસ પછી નક્કી કરવામાં આવી છે. 14 જૂન 2020ના રોજ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ એનસીબીએ આ મામલે તપાસ શરૂ કરી છે.