
71મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કરવામાં આવ્યું હતુ. જેમાં 2023ના સર્વશ્રેષ્ઠ ભારતીય સિનેમાનો જશ્ન મનાવવામાં આવ્યો હતો, નેશનલ ફિલ્મ એવોર્ડ ભારતીય સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડમાંથી એક છે. જેને લઈ દરેક મોટા સ્ટાર આ સન્માન મેળવવાની આશા રાખે છે. આ સમારોહનું આયોજન દર વર્ષે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. જેમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મો અને કલાકારોને સન્માનિત કરવામાં આવે છે. આ વખતે નેશનલ ફિલ્મ એવોર્ડ શાહરુખ ખાન,વિક્રાંત મેસ્સી, રાની મુખર્જી અને મલયાલમ સુપરસ્ટાર મોહનલાલના નામે રહ્યો હતો.
71માં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં શાહરુખ ખાનને જવાન, વિક્રાંત મેસ્સીને 12મી ફેલ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા માટે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ રાની મુખર્જીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમજ મોહનલાલને ભારતીય સિનેમામાં તેના યોગદાન માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.નેશનલ એવોર્ડની સાથે વિજેતાને એક મેડલ, પ્રમાણ પત્ર સિલ્વર અને ગોલ્ડન લોટસ અને કેટલાક પૈસા પણ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે, સિલ્વર અને ગોલ્ડન લોટસના વિજેતાને કેટલા પૈસા મળે છે?
નેશનલ ફિલ્મ એવોર્ડ 2 શ્રેણીમાં વહેંચવામાં આવે છે. પહેલો ગોલ્ડ લોટસ અને બીજો સિલ્વર લોટસ, ગોલ્ડ લોટસ બેસ્ટ ફીચર ફિલ્મ,બેસ્ટ ડાયરેક્ટર કે પછી બેસ્ટ પોપ્યુલર ફિલ્મ માટે આપવામાં આવનાર સર્વોચ્ય સન્માન છે. તેમજ સિલ્વર લોટસની કેટેગરીમાં બેસ્ટ અભિનેતા,બેસ્ટ અભિનેતા, બેસ્ટ મ્યુઝિક જેવું સન્માન આપવામાં આવે છે. મિનિસ્ટ્રી ઓફ બ્રોડકાસ્ટ એન્ડ ઈન્ફોર્મેશન નેશનલ ફિલ્મ એવોર્ડની સાથે કેટલાક પૈસા પણ આપવામાં આવે છે. ગોલ્ડ લોટસની સાથે અંદાજે 3 લાખ રુપિયાની પ્રાઈઝમની અને સિલ્વર લોટસની સાથે 2 લાખ રુપિયાની પ્રાઈઝમની આપવામાં આવે છે.
બેસ્ટ અભિનેતા અને બેસ્ટ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ જીતનાર કલાકારોને 2 લાખની પ્રાઈઝમની આપવામાં આવે છે.આ વખતે, શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, જ્યારે રાની મુખર્જીને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. 2 લાખ રૂપિયાની ઇનામ રકમ શાહરૂખ અને વિક્રાંત વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવી હતી, જેના પરિણામે દરેકને 1 લાખ રૂપિયા મળ્યા હતા, જ્યારે રાની મુખર્જીને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરવા બદલ 2 લાખ રૂપિયા એનાયત કરવામાં આવ્યા હતા.
જે પણ કલાકારોને નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આ કલાકારોને રાષ્ટ્રપતિ તરફથી સત્તાવાર પ્રમાણપત્ર પણ મળે છે. એવોર્ડમાં શાલ અથવા તકતીનો પણ સમાવેશ થાય છે, જે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. ઉદાહરણ તરીકે, દાદાસાહેબ ફાળકે એવોર્ડ જેમાં શાલ અને મેડલ સાથે ગોલ્ડન લોટસનો સમાવેશ થાય છે, તે મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને અર્પણ કરવામાં આવ્યો હતો.