Breaking News : સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો ! તંત્ર સામે અનેક સવાલો
જાણીતી ફિલ્મ અભિનેત્રી સ્વર્ગસ્થ પરવીન બાબીનો મહેલ જેવો આલીશાન બંગલો જૂનાગઢમાં આવેલ છે. આ મહેલ જેવા બંગલામાં તોડફોડ કરવામાં આવી છે. બાબી વંશ સાથે સંકળાયેલાના મહેલમાં કરાયેલ તોડફોડને લઈને જૂનાગઢમાં જ વસતા બાબી વંશના સગા સબંધીઓ સવાલ ઉઠાવી રહ્યાં છે.
જાણીતી ફિલ્મ અભિનેત્રી સ્વર્ગસ્થ પરવીન બાબીનો મહેલ જેવો આલીશાન બંગલો જૂનાગઢમાં આવેલ છે. આ મહેલ જેવા બંગલામાં તોડફોડ કરવામાં આવી છે. બાબી વંશ સાથે સંકળાયેલાના મહેલ જેવા બંગલામાં કરાયેલ તોડફોડને લઈને જૂનાગઢમાં જ વસતા બાબી વંશના સગા સબંધીઓ સવાલ ઉઠાવી રહ્યાં છે.
આઝાદી પહેલા જૂનાગઢ પર બાબી વંશનુ શાસન હતું. બાબી વંશના શાસકોનો એક મહેલ જૂનાગઢ શહેરમાં આવેલ છે. આ એ બાબી વંશ છે જે આઝાદી સમયે પાકિસ્તાન સાથે જોડાવવાની ઈચ્છા જાહેર કરી હતી. જો કે, જૂનાગઢના રહીશોએ આરઝી હુકુમત રચીને બાબી શાસકના પાકિસ્તાન સાથે જોડાવવાના નિર્ણયનો ઊગ્ર વિરોધ કર્યો હતો. આ બાબી શાસકના દિવાનની દીકરી એટલે જાણીતી ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીના સગા જ્યાં રહેતા હતા તે મહેલનો કેટલાક ભાગ તોડી પાડવામાં આવ્યો છે. આ મહેલનો એક ભાગ કોણે તોડયો તેને લઈને વિવાદ સર્જાયો છે.
જૂનાગઢમાં જ રહેલા બાબી વંશના વંશજો, ત્રણથી ચાર દિવસ પહેલા જે મહેલ અડીખમ ઉભો હતો તેનો કેટલોક ભાગ રાતોરાત જર્જરીત બનીને કેવી રીતે તુટી પડ્યો તેવો સવાલ કરી રહ્યાં છે. જે મહેલનો કેટલાક ભાગ તુટી ગયો છે તે મહેલની માલિકી એક સમયે સમગ્ર બોલીવૂડમાં પોતાના આગવા, બોલ્ડ અભિનય અને પ્રણય ફાગને કારણે હો-હા મચાવી દેનાર પરવીન બાબીનો છે. આ અંગે જૂનાગઢની તમામ મિલકત અંગે કોર્ટમાં ત્રણ કેસ ચાલી રહ્યા છે. ઐતિહાસિક મહેલ કોણે તોડી પાડી તે અંગે પોલીસ કે મનપા કોઈ જ જાણતું નથી તેવો દાવો આ બાબી વંશના વંશજે કર્યો હતો. બાબી વંશના વારસદારો આ અંગે માલિકી અંગેના પુરાવા સાથે કરશે કાર્યવાહી.