Mumbai : ગીતકાર જાવેદ અખ્તર વિરુદ્ધ FIR દાખલ, તાલિબાન સાથે કરી હતી RSS ની તુલના

|

Oct 04, 2021 | 5:47 PM

એક ઇન્ટરવ્યુમાં જાવેદ અખ્તરે આરએસએસની તાલિબાન સાથે સરખામણી કરી હતી. જે બાદ તેની સામે FIR નોંધવામાં આવી છે.

Mumbai : ગીતકાર જાવેદ અખ્તર વિરુદ્ધ FIR દાખલ, તાલિબાન સાથે કરી હતી RSS ની તુલના
Javed Akhtar

Follow us on

ગીતકાર જાવેદ અખ્તર (Javed Akhtar) દરેક મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા રહે છે. જેના કારણે તેને કેટલીક વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ફરી એકવાર તે મુશ્કેલીમાં મુકાયા છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિરુદ્ધ ટિપ્પણી જાવેદ અખ્તર માટે મુશ્કેલી બની છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જાવેદ અખ્તરે (Javed Akhtar) આરએસએસની તાલિબાન સાથે સરખામણી કરી હતી. જે બાદ તેની સામે FIR નોંધવામાં આવી છે. જાવેદ અખ્તર વિરુદ્ધ વકીલ સંતોષ દુબે દ્વારા મુલંડ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. આ FIR IPC ની કલમ 500 હેઠળ નોંધવામાં આવી છે.

વકીલ સંતોષ દુબેએ પીટીઆઈ સાથેની વાતચીતમાં કહ્યું છે કે મેં અગાઉ જાવેદ અખ્તરને તેમની ટિપ્પણી માટે માફી માંગવા માટે કાનૂની નોટિસ મોકલી હતી પરંતુ તેમણે કંઈ કર્યું નહીં. હવે મારી ફરિયાદ પર તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

100 કરોડની માગ કરી
એડવોકેટ સંતોષ દુબેએ અગાઉ કહ્યું હતું કે જો જાવેદ અખ્તર બિનશરતી લેખિત માફી અને નોટિસનો સાત દિવસની અંદર જવાબ નહીં આપે તો તેઓ તેમની સામે 100 કરોડ રૂપિયાની માંગણી સાથે ફોજદારી કેસ દાખલ કરશે. તેમણે કહ્યું હતું કે, જાવેદ અખ્તર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ ગુનો છે.

જાવેદ અખ્તરે આ વાત કહી હતી
અહેવાલો અનુસાર, જાવેદ અખ્તરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આરએસએસનું સમર્થન કરનારા લોકોની માનસિકતા તાલિબાન જેવી છે. આ સંઘનું સમર્થન કરનારાઓએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. તમે જેને ટેકો આપી રહ્યા છો અને તાલિબાનીઓ વચ્ચે શું તફાવત છે?

જાવેદ અખ્તરના (Javed Akhtar) આ નિવેદન બાદ જ ઘણા લોકોએ તેમને નિશાન બનાવ્યા હતા. જે બાદ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. જાવેદ અખ્તરે ઓગસ્ટમાં ટ્વિટ કરીને તાલિબાનને ટેકો આપનારાઓ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. તેમનું ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું.

 

આ પણ વાંચો : ‘ઉત્તર પ્રદેશ બની રહ્યું છે નવું જમ્મુ -કાશ્મીર’, લખીમપુરની ઘટના પર પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું નિવેદન

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે કોરોનાના કારણે જીવ ગુમાવનારાના પરિવારો માટે 50,000 રૂપિયાની વળતર યોજનાને આપી મંજૂરી, 30 દિવસમાં થશે ચુકવણી

Next Article