Mithun Chakraborty Hospitalized : અચાનક તબિયત બગડતાં મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ, પુત્ર મિમોહે આપ્યું હેલ્થ અપડેટ

બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીની (Mithun Chakraborty) તબિયત અચાનક બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવાનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Mithun Chakraborty Hospitalized : અચાનક તબિયત બગડતાં મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ, પુત્ર મિમોહે આપ્યું હેલ્થ અપડેટ
Mithun Chakraborty
| Edited By: | Updated on: May 02, 2022 | 3:53 PM

બોલિવૂડ સુપરસ્ટાર મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારથી મિથુનના ચાહકોને આંચકો લાગ્યો છે. અભિનેતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો લોકોના મનમાં વિવિધ પ્રકારના સવાલો ઉભા કરી રહી છે. બીજી તરફ મિથુનની બગડતી તબિયતને લઈને તેના પુત્ર મિમોહ ચક્રવર્તીનું નિવેદન સામે આવ્યું છે. મિમોહે (Mimoh Chakraborty) તેમની વાયરલ ફોટો વિશે ઉડતી તમામ અફવાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા એક્ટર મિથુનના હેલ્થને લઈને ઘણી બધી વાતો સામે આવી રહી હતી. આ સમાચારની જાણકારી તેમના પુત્ર મિમોહે પોતાના ટ્વિટર હેન્ડલ પર આપી છે.

પિતાની તબિયત વિશે માહિતી આપતા મિમોહે તેની હોસ્પિટલનો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં અભિનેતા હોસ્પિટલમાં દાખલ જોવા મળે છે. મિથુન ચક્રવર્તીએ જણાવ્યું કે તેમના પિતાને કિડની સ્ટોનની સમસ્યા હતી, જેના કારણે તેમને બેંગ્લોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હવે અભિનેતા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે. વાયરલ ફોટો અંગે મિમોહે કહ્યું કે, વાયરલ થઈ રહેલો આ ફોટો જ્યારે મિથુન હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે ક્લિક કરવામાં આવ્યો હતો.

અભિનેતા માટે BJP સેક્રેટરીની પોસ્ટ

બીજેપીના રાષ્ટ્રીય સચિવ અનુપમ હજરાએ પણ મિથુન ચક્રવર્તીનો ફોટો શેર કર્યો છે. ફોટોમાં મિથુન હોસ્પિટલના બેડ પર સૂતો જોવા મળે છે. અનુપમ હજરાએ આ તસવીર 30 એપ્રિલે કરી હતી. જેના પર તેણે મિથુન દા જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

વાયરલ ફોટો પર ચાહકોની પ્રાર્થના

અનુપમ હજારાની આ પોસ્ટ પર હવે મિથુન દાના ફેન્સ તરફથી પણ કોમેન્ટ આવી રહી છે. સાથે જ, ચાહકો અને તેમના શુભેચ્છકો પણ અભિનેતાના જલ્દી સ્વસ્થ થવા માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે.

અહીં વાયરલ ટ્વિટ જુઓ

મિથુન ચક્રવર્તીની આ હતી છેલ્લી ફિલ્મ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મિથુન ચક્રવર્તી છેલ્લે દેશની સૌથી ચર્ચિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમના અભિનયની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સિવાય અભિનેતા ટીવી રિયાલિટી શો ‘હુનરબાઝ’માં જજ તરીકે જોવા મળ્યા છે.

આ પણ વાંચો: આમિર ખાનની દીકરીએ OTT પર જોઈ આલિયા ભટ્ટની ફિલ્મ, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જોયા પછી Prostitution પર કહી મોટી વાત!

આ પણ વાંચો: Bhool Bhulaiyaa 2 : કાર્તિક આર્યને કિયારા અડવાણીને કરી મદદ, ચાહકોએ અભિનેતાની આ ક્રિયાથી સુશાંત સિંહ રાજપૂતને કર્યો યાદ