Breaking News : ‘દેશ કંગાળ થવાનો છે’, મનોજ બાજપેયીની ‘ગવર્નર’નું ટીઝર રિલીઝ, જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે

મનોજ બાજપેયીની અપકમિંગ ફિલ્મ ધ સાયલન્ટ સેવિયર ગવર્નરનું ટીઝર રીલિઝ થતાં જ ચર્ચામાં આવ્યું છે. ફિલ્મમાં ગવર્નર બનેલા મનોજ બાજપેયી શાનદાર લુકમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ સાચી ઘટના પર આધારિત છે. તો જાણો ક્યારે રિલીઝ થશે.

Breaking News : દેશ કંગાળ થવાનો છે, મનોજ બાજપેયીની ગવર્નરનું ટીઝર રિલીઝ, જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે
| Updated on: May 07, 2026 | 2:40 PM

મનોજ બાજપેયીની અપકમિંગ ફિલ્મ ‘ધ સાયલન્ટ સેવિયર ગવર્નર’નું ટીઝર રીલિઝ થયું છે.ફિલમ રિયલ ઘટનાઓ પર આધારિત છે. તેમજ 90ના દશકમાં આવેલા મોટા આર્થિક સંકટ પર આધારિત છે. ધ કેરળ સ્ટોરી અને ધ કેરળ સ્ટોરી 2 જેવી ફિલ્મો બનાવનાર વિપુલ અમૃતલાલ શાહ ધ સાયલન્ટ સેવિયર ગવર્નરને લઈ આવી રહ્યા છે. હવે ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ધ સાયલન્ટ સેવિયર ગવર્નરનો ફર્સ્ટ લુક પોસ્ટર 23 એપ્રિલના રોજ મનોજ બાજપેયીના જન્મદવિસ પર રિલીઝ કરવામાં આવ્યો હતો. જેનાથી ચાહકો વચ્ચે ફિલ્મને લઈ ઉત્સુકતા વધી ગઈ છે.જો ટીઝર રિલીઝ આટલું રસપ્રદ છે તો ફિલ્મ કેટલી શાનદાર રહે છે. તે જોવાનું રહ્યું.

ધ સાયલન્ટ સેવિયર ગવર્નરના ટીઝરમાં શું ખાસ છે?

ધ સાયલન્ટ સેવિયર ગવર્નરનું ટીઝરમાં શરુઆતમાં મનોજ બાજપેયીની ઝલક અને ડાયલોગથી થાય છે. અવાજ આવે છે દેશ કંગાળ થવાનો છે. ત્યારબાદ મનોજ બાજપેયીની અન્ટ્રી થાય છે. મનોજ બાજપેયીના ચહેરા પર સ્પષ્ટ ચિંતા જોવા મળી રહી છે.

 

આરબીઆઈ ફેલ થશે તો ઈન્ડિયા ફેલ થશે

ગવર્નરમાં મનોજ બાજપેયીએ રામનન નામના ગવર્નરનું પાત્ર નિભાવ્યું છે. તેને પુછવામાં આવે છે કે, તે ફેલ થયા છે અને તેનો પ્લાન પણ ફેલ છે. આના પર મનોજ બાજપેયી કહે છે. જો હું ફેલ થયો તો આરબીઆઈ ફેલ થઈ જશે. જો આરબીઆઈ ફેલ થશે. તો ઈન્ડિયા ફેલ થશે. હું ઈન્ડિયાને ફેલ થવા દઈશ નહી.

“ધ સાયલન્ટ સેવિયર ગવર્નર” ની રિલીઝ ડેટ

“ધ સાયલન્ટ સેવિયર ગવર્નર” ની સ્ટોરી સુવેન્દુ ભટ્ટાચાર્ય, સૌરભ ભરત, રવિ અસરાની અને વિપુલ અમૃતલાલ શાહ દ્વારા લખવામાં આવી છે. જાવેદ અખ્તરના ગીતો અને અમિત ત્રિવેદીના સંગીત સાથે, આ ફિલ્મ 12 જૂન, 2026 ના રોજ રિલીઝ થવાની છે.વિપુલ અમૃતલાલ શાહ પ્રોડક્શન, “ગવર્નર: ધ સાયલન્ટ સેવિયર” સનશાઇન પિક્ચર્સ દ્વારા પ્રસ્તુત છે. વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત અને ચિન્મય માંડલેકર દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ અશ્વિન એ. શાહ દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે.આ પોસ્ટરોમાં, મનોજ બાજપેયી એક રાજ્યપાલની ગંભીર ભૂમિકામાં જોવા મળે છે, જે દેશને મોટા આર્થિક સંકટમાંથી બચાવવા માટે પણ જવાબદાર છે.

મનોજ બાજપેયી વેકેશન દરમિયાન ખેતી કામ કરતા હતા, આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યા છે અભિનેતા અહી ક્લિક કરો

Follow Us