Vijay Babu Case : અભિનેત્રીની જાતિય સતામણી બદલ, સાઉથના એક્ટર વિજય બાબુની ધરપકડ

|

Jun 27, 2022 | 5:26 PM

જાતીય સતામણીના કેસમાં આરોપી મલયાલમ અભિનેતા અને નિર્માતા વિજય બાબુ (Vijay Babu)ની સોમવારે ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તેની 3 જુલાઈ સુધી પૂછપરછ કરશે.

Vijay Babu Case : અભિનેત્રીની જાતિય સતામણી બદલ, સાઉથના એક્ટર વિજય બાબુની ધરપકડ
સાઉથ એક્ટર વિજય બાબુની ધરપકડ, પોલીસ 3 જુલાઈ સુધી એક્ટ્રેસની પૂછપરછ કરશે
Image Credit source: file photo

Follow us on

Vijay Babu Case : જાતીય સતામણીના કેસમાં આરોપી મલયાલમ અભિનેતા અને નિર્માતા વિજય બાબુ (Vijay Babu)ની સોમવારે ધરપકડ કરવામાં આવી છે, 22 જૂને કેરળ હાઈકોર્ટે તેમને આગોતરા જામીન આપ્યા હતા. hindustantimesમાં છપાયેલા સમાચાર અનુસાર, અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, તેને જામીન મળી ગયા છે પરંતુ તેણે કેસની તપાસ કરી રહેલી ટીમને સહકાર આપવો પડશે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ મામલાની તપાસ માટે વિજય બાબુની તપાસ માટે રચાયેલી ટીમ સોમવારથી 3 જુલાઈ સુધી સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી પૂછપરછ કરશે. તેમને આ તપાસ માટે પરવાનગી આપવામાં આવી છે.

વિજય બાબુ (Vijay Babu)પર આ વર્ષની શરૂઆતમાં એક મહિલા અભિનેત્રીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

 

કોચિના એક ફ્લેટમાં મારપીટ કરી હતી

પીડિત અભિનેત્રીએ પોતાની શિકાયતમાં વિજય બાબુ પર આરોપ લગાવ્યો છે કે, તેમણે કોચિના એક ફ્લેટમાં તેની સાથે મારપીટ કરવામાં આવી હતી, તેમણે ફિલ્મમાં રોલ કરવાને લઈ તેની સાથે જાતીય સતામણી કરી હતી. અભિનેત્રીની આ ફરિયાદના આધાર પર અર્નાકુલમ સાઉથ પોલીસે વિજય બાબુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ફરિયાદ 22 એપ્રિલના રોજ પોલીસને મળી હતી. ત્યારબાદ વિજય બાબુ દુબઈ જતા રહ્યા હતા. આ મહિનાની શરુઆતમાં જ તે દુબઈથી પરત ફર્યો છે,

વિજય બાબુ પર પીડિત અભિનેત્રીના નામનો ખુલાસો કરવાનો પણ આરોપ લાગ્યો હતો, વિજય બાબુએ ફેસબુક અકાઉન્ટ પર લાઈવ થયા હતા અને તેમણે અભિનેત્રીનું નામ લીધું હતુ

AMMAએ વિજય બાબુના પજ છોડવાનું કહ્યું હતુ

આ આરોપ બાદ AMMA ધ એસોસિએશન ઓફ મલયાલમ મૂવી આર્ટિસ્ટસની કાર્યકારી સમિતિથી તેનું પદ છોડવાનું કહ્યું હતુ. AMMAના પ્રવક્તા એડાવેલા બાબુએ હાલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, તે અદાલતના આદેશ અનુસાર વિજય બાબુ પર કાર્યવાહી કરશે..

Published On - 5:14 pm, Mon, 27 June 22

Next Article