
બોલિવુડની આઈટમ ડાન્સર મલાઈકા અરોરા પોતાની પર્સનલ લાઈફને લઈ અવાર-નવાર ચર્ચામાં રહેતી હોય છે. અર્જુન કપુર સાથે બ્રેકઅપ થયા બાદ તેનું નામ હીરાના વેપારી હર્ષ મહેતા સાથે જોડાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર મલાઈકા અને હર્ષના ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેને જોઈ ચાહકો પણ સરપ્રાઈઝ થયા છે. જેને જોઈ લોકો કહી રહ્યા છે કે, આ ફોટો મલાઈકા અરોરા અને હર્ષનો વેલેન્ટાઈન્ડેનો છે. રોમ ઈટલીમાં વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કર્યો છે. આ ફોટોમાં હર્ષ સેલ્ફી લઈ રહ્યો છે. મલાઈકા અરોરા તેની પાછળ ઉભેલી છે. બંન્ને ખુબ ખુશ જોવા મળી રહ્યા છે. ફોટો વાયરલ થતાં જ ચાહકો ફોટો પર કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાકનું કહેવું છે કે, આ ફોટો કોઈ પ્રમોશન કે શુટ માટેનો છે. તો કેટલાક રિલેશનશિપને લઈને પણ વાતો કરી રહ્યા છે.
મલાઈકા અરોરા 52 વર્ષની છે. તેમજ હર્ષ મહેતાની ઉંમર 33 વર્ષ છે. બંન્ને વચ્ચે 19 વર્ષનું અંતર છે. અર્જુન અને મલાઈકા અરોરા વચ્ચે 12 વર્ષનું અંતર હતુ. અર્જુન મલાઈકાથી 12 વર્ષ નાનો હતો.
હર્ષ મહેતા 33 વર્ષીય ઉદ્યોગપતિ છે. તેઓ હીરાના વેપારી છે અને સેન્કસ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર હોવાનું કહેવાય છે. તેઓ મુંબઈના એક અગ્રણી પરિવારમાંથી આવે છે અને કરોડોની મિલકત ધરાવે છે, જોકે તેમની ચોક્કસ કુલ સંપત્તિ વિશે ઓનલાઈન વધુ સચોટ માહિતી ઉપલબ્ધ નથી.
મલાઈકા અરોરાની લવ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે. મલાઈકા અરોરાએ પહેલા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. 2017માં બંન્ને અલગ થયા બાદ મલાઈકા અરોરા અર્જુન કપુરને ડેટ કરી રહી હતી. બંન્ને રજાઓ પણ સાથે મનાવતા હતા. 2024માં મલાઈકા અને અર્જુન અલગ થયા હતા. ત્યારબાદ ફરી પર્સનલ લાઈફ ચર્ચમાં આવી હતી.