
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હાલમાં જ તેમના વિશે સમાચાર આવ્યા હતા કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ હવે તેને માત્ર ‘અફવા’ કહેવામાં આવી રહી છે.
ઈન્ડિયા ટુડેના એક અહેવાલમાં એક સુત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ તમામ સમાચાર પાયાવિહોણા છે અને તેમાં કોઈ સત્ય નથી. બંને 2018 થી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને 2019 માં તેમના સંબંધોને ઓફિશિયલ કરી દીધા છે.
ઘણી જગ્યાએ એવા અહેવાલો આવી રહ્યા હતા જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે હવે મલાઈકા અને અર્જુન અલગ થઈ ગયા છે. જો કે આ પહેલા પણ મલાઈકા અને અર્જુન તેમના બ્રેકઅપના સમાચારને કારણે ચર્ચામાં રહ્યા છે. વર્ષ 2022માં પણ તેમના સંબંધો વિશે આવી જ અફવાઓ ફેલાઈ હતી. ત્યારે અર્જુન કપૂરે પોતે આ સમાચારો પર પ્રતિક્રિયા આપી હતી.
અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથે એક સુંદર તસવીર શેર કરીને આ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવી દીધું હતું. આ સાથે તેણે એક નોટ પણ શેર કરી હતી, જેમાં અર્જુને સ્પષ્ટ કર્યું હતું કે અહીં આવી અફવાઓ માટે કોઈ સ્થાન નથી અને લોકોએ બીજા માટે સારું વિચારવું જોઈએ. મલાઈકા અરોરા લગભગ 6 વર્ષથી અર્જુન સાથે છે.
આ પહેલા મલાઈકાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન લગભગ 19 વર્ષ સુધી ચાલ્યા હતા. જે બાદ બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા. અરબાઝ અને મલાઈકાએ વર્ષ 2017માં છૂટાછેડા લીધા હતા. અરબાઝ ખાને હવે બીજા લગ્ન કર્યા છે. અરબાઝે ગયા વર્ષે ડિસેમ્બરમાં શુરા ખાન સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.