
ફિલ્મફેર એવોર્ડ્સ 2025 11 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં યોજાયો હતો. શાહરૂખ ખાને 17 વર્ષ પછી એવોર્ડ શોનું આયોજન કર્યું હતું. તેમની સાથે કરણ જોહર અને મનીષ પોલ પણ જોડાયા હતા. અક્ષય કુમાર, અનન્યા પાંડે અને કરણ જોહરએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હુમા કુરેશી, કૃતિ સેનન અને સાન્યા મલ્હોત્રા જેવી અભિનેત્રીઓએ તેમના લુકથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વિજેતાઓની લિસ્ટમાં અનેક ફિલ્મોનું પ્રભુત્વ રહ્યું, જેમાં કિરણ રાવની “લાપતા લેડીઝ” નો ખુબ જાદુ જોવા મળ્યો હતો. આ ફિલ્મે ફક્ત એક, બે કે ત્રણ કેટેગરીમાં જ નહીં, પરંતુ 10 કેટેગરીઓમાં એવોર્ડ જીત્યા હતા. તો ચાલો જાણીએ ક્યાં ક્યાં એવોર્ડ મળ્યા છે.
કિરણ રાવની ફિલ્મ લાપતા લેડિઝે ફિલ્મફેર એવોર્ડ 2005માં 21 કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતુ. આ નાના બજેટની ફિલ્મને નેટફ્લિકસ પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ રિલીઝ થયાના થોડા જ મહિનામાં ટ્રેડિંગ લિસ્ટમાં સામેલ થઈ હતી. ફિલ્મને ચાહકો તરફથી ખુબ પસંદ કરવામાં આવી હતી. મહત્વની વાત એ હતી કે, આ ફિલ્મમાં કોઈ મોટા સ્ટાર ન હતી. ફિલ્મ ચાહકોએ ખુબ પસંદ કરી હતી. આ ફિલ્મ મોટા બજેટની પણ ન હતી. હવે આ જલવો ફિલ્મફેર એવોર્ડમાં પણ જોવા મળ્યો હતો. વિજેતાના લિસ્ટમાં રવિ કિશન, નિતાંશી ગોયલ જેવા સ્ટારના નામ સામેલ છે. જેમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
લાપતા લેડીઝ ફિલ્મ વર્ષ 1 માર્ચ 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ પહેલા ફિલ્મની 48માં ટોરેન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 8 સપ્ટેમ્બરના રોજ સ્ક્રીનિંગ કરવામાં આવી હતી. સ્ક્રીનિંગ દરમિયાન ફિલ્મના ખુબ જ વખાણ કરવામાં આવ્યા હતા. રિલીઝ બાદ ફિલ્મને સમીક્ષકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી. લાપતા લેડિઝ તમે નેટફ્લિક્સ પણ જોઈ શકો છો.લાપતા લેડિઝના સ્ટારકાસ્ટની વાત કરીએ તો નિતાંશી ગોયલ,પ્રતિભા રાંટા, સ્પર્શ શ્રીવાસ્તવ, રવિ કિશન અને છાયા કદમ જેવા સ્ટાર કલાકારો જોવા મળ્યા હતા.