Krishna G Rao : KGF ફેમ કૃષ્ણાજી રાવનું 70 વર્ષની ઉંમરમાં થયું અવસાન, યશ સાથે ભજવી હતી ભૂમિકા

|

Dec 08, 2022 | 11:08 AM

સાઉથ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત કલાકાર અને KGF ફેમ કૃષ્ણા જી રાવનું (Krishna G Rao) નિધન થયું છે. 70 વર્ષની વયે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

Krishna G Rao : KGF ફેમ કૃષ્ણાજી રાવનું 70 વર્ષની ઉંમરમાં થયું અવસાન, યશ સાથે ભજવી હતી ભૂમિકા
Krishna G Rao

Follow us on

કૃષ્ણાજી રાવ છેલ્લા ઘણા વર્ષોથી સતત તેમના અભિનયથી તેમના ચાહકોનું મનોરંજન કરી રહ્યા હતા. 70 વર્ષીય કૃષ્ણાજી રાવે KGFમાં મહત્વની ભૂમિકા ભજવીને બધાનું દિલ જીતી લીધું હતું. આ ફિલ્મ પછી તેને લગભગ 30 ફિલ્મોમાં બેક ટુ બેક બતાવવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે, કૃષ્ણજી રાવની તબિયત બગડતાં જ તેમને થોડા દિવસ પહેલા બેંગલુરુના સીતા સર્કલ પાસે વિનાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કૃષ્ણાજી રાવે બેંગ્લોરની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

સાઉથ ઈન્ડસ્ટ્રી માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. KGF ફેમ કૃષ્ણા જી રાવ હવે આ દુનિયામાં રહ્યા નથી. છેલ્લા ઘણા દિવસોથી અભિનેતા જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યો હતો પરંતુ છેલ્લા દિવસે એટલે કે બુધવારે તેમની હિંમતે જવાબ આપ્યો અને તેમનું નિધન થયું. કૃષ્ણાજી રાવે બેંગ્લોરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. કૃષ્ણાજી રાવની આ રીતે વિદાય એ ઉદ્યોગ માટે મોટો ફટકો છે. આ સમાચાર સામે આવ્યા બાદ લોકોમાં શોકની લહેર જોવા મળી રહી છે.

ખરાબ તબિયતના કારણે તેમની હાલત નાજુક રહી હતી. એટલું જ નહીં, અભિનેતાને ICUમાં પણ દાખલ કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે કૃષ્ણજી રાવ વય સંબંધિત સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા હતા. KGF પછી, અભિનેતાને ઘણી ઓળખ અને લોકપ્રિયતા મળી. કૃષ્ણજી રાવના પાત્રની વાત કરીએ તો યશની વાર્તામાં તેના સીન પછી જ નવો વળાંક આવે છે. આ ફિલ્મમાં તે એક અંધ વૃદ્ધની ભૂમિકામાં જોવા મળ્યો હતો. જેમને જોયા બાદ રોકીની અંદરની માનવતા જાગી ગઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઓડિશનમાં બધાને કર્યા હતા ખુશ

KGF ચેપ્ટર વન વર્ષ 2018માં રિલીઝ થયું હતું. રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ પછી કૃષ્ણા જી રાવ લગભગ 30 ફિલ્મોમાં બેક ટુ બેક કામ કરતા જોવા મળ્યા હતા. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે જણાવ્યું કે, તેને પ્રશાંત નીલની KGF કેવી રીતે મળી? રાવે કહ્યું હતું કે એક દિવસ તેને ઓડિશન માટે ફોન આવ્યો અને તેણે પોતાના ઓડિશનમાં બધાને ખુશ કરી દીધા. તેનું કામ જોઈને મેકર્સે તેને સાઈન કરી લીધો.

Next Article