લતા મંગેશકરે પોતાનો પહેલો ફિલ્મફેર એવોર્ડ સ્વીકારવાની ના પાડી, કારણ જાણીને ચોંકી જશો

|

Feb 06, 2022 | 2:35 PM

લતા મંગેશકરે 20થી વધુ ભાષાઓમાં 30 હજારથી વધુ ગીતો ગાયા છે. 1991માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે જણાવ્યું હતું કે, લતા વિશ્વમાં સૌથી વધુ ગીતો રેકોર્ડ કરનાર ગાયિકા છે.

લતા મંગેશકરે પોતાનો પહેલો ફિલ્મફેર એવોર્ડ સ્વીકારવાની ના પાડી, કારણ જાણીને ચોંકી જશો
Lata Mangeshkar- File Image

Follow us on

ફિલ્મફેર એવોર્ડ્સ (Filmfare Awards) બોલિવૂડનો સૌથી મોટો એવોર્ડ છે. જે એક દિવસ મેળવવાની ઈચ્છા ઈન્ડસ્ટ્રીના દરેક કલાકારના મનમાં હંમેશા હોય છે, પરંતુ લતા મંગેશકરે (Lata Mangeshkar) આ એવોર્ડ લેવાનો ઈન્કાર કરી દીધો હતો અને તે પણ જ્યારે તે પોતાની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં હતી. 1958માં બિમલ રોયની ફિલ્મ મધુમતીને (Film Madhumati) 9 કેટેગરીમાં ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી.

જેમાં બેસ્ટ પ્લે બેક ફિમેલ સિંગિંગ માટે લતા મંગેશકરનું નામ સામેલ હતું. લતાનું નામ મધુમતીના ગીત ‘આજા રે પરદેશી’ (Aaja re pardesi) માટે નોમિનેટ થયું હતું. આ ફિલ્મમાં તેમના દ્વારા ગાયેલું ગીત ખૂબ વખણાયું હતું અને એ મોટી વાત હતી કે લતાને પહેલીવાર ફિલ્મફેર એવોર્ડ મળવાનો હતો પરંતુ લતા મંગેશકરે ‘ફિલ્મફેર’ ટ્રોફી લેવાની ના પાડી દીધી હતી, કારણ ખૂબ જ વિચિત્ર હતું.

ફિલ્મફેર એવોર્ડ માટે કર્યો હતો ઈનકાર

લતા મંગેશકરે ફિલ્મફેર એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેમને ટ્રોફી (જે સ્ત્રીના આકારમાં હતી) કપડાં વગર રાખવામાં આવી હોવાથી તેની સામે તેમનો વાંધો હતો. તેને આયોજકોનો આ ખ્યાલ બિલકુલ પસંદ ન આવ્યો અને તેણે આ એવોર્ડ સ્વીકારવાની ના પાડી. લતાના આ નિર્ણયથી ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું, પરંતુ બાદમાં ફિલ્મફેર એવોર્ડના આયોજકોએ તેને કપડાથી ઢાંકીને આ ટ્રોફી આપી હતી. આ મામલો ઘણા સમયથી ચર્ચામાં હતો. લતા મંગેશકરે 4 ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

પાતળા અવાજને કારણે કરવામાં આવ્યા હતા રિજેક્ટ

લતા મંગેશકરે 20 થી વધુ ભાષાઓમાં 30 હજારથી વધુ ગીતો ગાયા છે. 1991માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે જણાવ્યું હતું કે લતા વિશ્વમાં સૌથી વધુ ગીતો રેકોર્ડ કરનાર ગાયિકા છે. લતા મંગેશકરની ગાયકીના ચાહકોની સંખ્યા લાખોમાં નહીં પણ કરોડોમાં છે અને હકીકતમાં તેમની અડધી સદીની કારકિર્દીમાં તેમનો કોઈ મુકાબલો નથી.

જ્યારે લતા મંગેશકરને શરૂઆતના વર્ષોમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ઘણા ફિલ્મ નિર્માતાઓ અને સંગીત નિર્દેશકોએ તેમનો અવાજ પાતળો હોવાનું કહીને તેમને ગાવાની તક આપવાનો ઇનકાર કર્યો હતો.ત્યારબાદ મ્યુઝિક ડાયરેક્ટર ગુલામ હૈદરે લતાજીને ફિલ્મ “મજબૂર”માં ‘દિલ મેરા તોડા, કહીં કા ના છોડા’ ગીત ગાવાનું કહેવામાં આવ્યું હતું. ‘ જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. લતા મંગેશકરે એક ઈન્ટરવ્યુમાં ગુલામ હૈદરને પોતાનો ‘ગોડફાધર’ કહ્યો હતો.

આ પણ વાંચો: ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર ગુજરાતી કલાકારોએ શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો: Lata Mangeshkar : સ્વર કોકિલા લતા મંગેશકરના જીવન સાથે જોડાયેલી 10 ન સાંભળેલી વાતો, જેનાથી તમે કદાચ અજાણ હશો

Next Article