Nitin Chandrakant Desai Family Tree : આર્ટ અને ફિલ્મ પ્રોડક્શનની દુનિયામાં જાણીતું નામ નીતિન ચંદ્રકાંત દેસાઈ (Nitin Desai )એ 57 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે, તેમણે પોતાના સ્ટુડિયોમાં આત્મહત્યા કરી છે. મહારાષ્ટ્રના કર્જતમાં તેમના સ્ટુડિયોમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે નીતિન દેસાઈ 9 ઓગસ્ટે તેમનો 58મો જન્મદિવસ ઉજવવાના હતા, પરંતુ અફસોસ કે તેમના જન્મદિવસ પહેલા જ તેમણે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું.આજે આપણે નીતિન ચંદ્રકાંત દેસાઈના પરિવાર વિશે જાણીએ.
આ પણ વાંચો : Nitin Desai Death : નીતિન દેસાઈના મોબાઈલ ઓડિયોમાંથી 4 લોકોના નામ સામે આવ્યા, પોલીસ ચારેય લોકોને સમન્સ મોકલશે
નીતિન ચંદ્રકાંત દેસાઈનો જન્મ ચંદ્રકાંત ગણપત દેસાઈ અને મીના ચંદ્રકાંત દેસાઈના ઘરે થયો હતો. તેમણે નયના નીતિન દેસાઈ સાથે તેમના જીવનની સફર શરુ કરી હતી, જેઓ તેમની જેમ, ફિલ્મ ઉદ્યોગનો એક ભાગ છે, એક ફિલ્મ નિર્માતા તરીકે કામ કરે છે. તેમની પુત્રી માનસી દેસાઈ Mold3D પ્રોડક્શન કોઓર્ડિનેટર તરીકે કાર્ય કરે છે. નીતિન અને નયનાને એક પુત્ર પણ છે. નીતિન દેસાઈને એક ભાઈ અને એક બહેન વૈશાલી છે નીતિન ચંદ્રકાંત દેસાઈ પરિવાર સાથે રહેતા હતા.
નીતિન દેસાઈએ પ્રારંભિક શિક્ષણ વામનરાવ મુરંજન હાઈસ્કૂલ, મુલુંડમાંથી મેળવ્યું હતું. તેણે જેજે સ્કૂલ ઑફ આર્ટસ અને એલએસ રાહેજા સ્કૂલ ઑફ આર્ટસમાંથી ફોટોગ્રાફીની ટ્રિક્સ શીખી. આ પછી તે મુંબઈની ફિલ્મ સિટી તરફ વળ્યો. આ તે સમયગાળો હતો જ્યારે હજી ફોટોગ્રાફી 2D થી 3D વિશ્વમાં બદલાઈ રહી હતી. તે એ જમાનાના પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિશ રોય સાથે સહાયક તરીકે જોડાયા.
તમને જણાવી દઈએ કે ND સ્ટુડિયોમાં બોલિવૂડની ઘણી બિગ બજેટ ફિલ્મોનું શૂટિંગ થયું છે. જો કે, મંગલ પાંડે ધ રાઇઝિંગનું શૂટિંગ અહીં પ્રથમવાર થયું હતું. આ સિવાય ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ માટે સ્ટુડિયોમાં એક કરોડ રૂપિયા ખર્ચીને કાચનો મહેલ બનાવવામાં આવ્યો હતો.મધુર ભંડારકરની ‘ટ્રાફિક સિગ્નલ’ અને આશુતોષ ગોવારીકરની ‘જોધા અકબર’નું શૂટિંગ પણ એનડી સ્ટુડિયોમાં થયું હતું. તેમજ સલમાન ખાનની ઘણી ફિલ્મો વોન્ટેડ, બોડીગાર્ડ અને કિક વગેરેનું પણ અહીં શૂટિંગ થયું હતું.
આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ છેલ્લે 29 જુલાઈ 2023ના રોજ તેમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું હતું. તેમણે વર્ષ 1994માં રિલીઝ થયેલી અનિલ કપૂર અને મનીષા કોઈરાલાની ફિલ્મ 1942: લવ સ્ટોરીના 29 વર્ષ પૂરા થવા પર ખુશી વ્યક્ત કરી હતી. તે ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહેતા હતા.નીતિન દેસાઈને સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશક તરીકે ચાર વખત રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. તેની કારકિર્દીમાં, નીતિન દેસાઈએ બોલિવૂડના ઘણા જાણીતા ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કર્યું, જેમાં સંજય લીલા ભણસાલી, વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હિરાણી, આશુતોષ ગોવારીકર જેવા મોટા નામોનો સમાવેશ થાય છે.
આ ફિલ્મો માટે ફિલ્મફેર શ્રેષ્ઠ દિગ્દર્શનનો એવોર્ડ મળ્યો
નીતિન દેસાઈ મેગા બજેટ ફિલ્મો અને ટીવી સિરિયલો બનાવતા હતા. તેઓ ફિલ્મ નિર્માતા, આર્ટ ડિઝાઇનર, સેટ ડિઝાઇનર અને પ્રોડક્શન ડિઝાઇનર તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત હતા.
નીતિન દેસાઈના પિતાનું નામ ચંદ્રકાંત ગણપત દેસાઈ અને માતાનું નામ મીના ચંદ્રકાંત દેસાઈ હતું. તેની માતા પણ એક ફિલ્મ પ્રોડ્યુસર હતી. ફિલ્મ બેકગ્રાઉન્ડમાંથી આવતા નીતિન દેસાઈની પત્ની નયના નિતન દેસાઈ પણ ફિલ્મ નિર્માતા છે. 2018 માં, તેણે ટ્રકભર સ્વપ્ન ફિલ્મનું નિર્માણ કર્યું. નીતિન દેસાઈને 2 બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી. તેમની માનસી દેસાઈ પ્રોડક્શન કોઓર્ડિનેટર તરીકે કામ કરે છે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો