સુનીલ શેટ્ટીની (Suniel shetty) પુત્રી અને બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી (Athiya Shetty) ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) સાથેના સંબંધોને લઈને ઘણા મહિનાઓથી ચર્ચામાં છે. બંને ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોવા મળે છે. થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે બંને જલદી જ લગ્નના બંધનમાં બંધાઈ જશે. હવે તેમના લગ્ન વિશે એક નવું અપડેટ સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે બંને આ વર્ષે નહિ પરંતુ આવતા વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ સમાચાર સાંભળીને ફેન્સમાં એક્સાઈટમેન્ટ વધી ગયું છે. તો જોણો આથિયા અને કેએલ રાહુલ કયા દિવસે સાત ફેરા લેશે?
અગાઉ એવા રિપોટ્સ સામે આવ્યા હતા કે આથિયા અને કેએલ રાહુલ આગામી ત્રણ મહિનામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ બંનેએ તેમના લગ્નની તારીખને લઈને મોટો ખુલાસો કર્યો છે. મળતી માહિતી મુજબ આથિયાએ કહ્યું છે કે બંને આવતા વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે, આગામી ત્રણ મહિનામાં નહીં. હવે સવાલ થશે કે આવતા વર્ષે આ લવ બર્ડ્સ ક્યારે અને કયા દિવસે લગ્ન કરશે. તો તે જાણો.
મીડિયા રિપોર્ટ્સમાંથી મળેલી જાણકારીમાં એવા સમાચાર છે કે આથિયાનું કહેવું છે કે તે બંને આવતા વર્ષે એટલે કે વર્ષ 2023ના જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં લગ્ન કરશે. અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા કે બંને ડિસેમ્બર સુધી લગ્ન સંબંધમાં બંધાય જશે. જે બાદ હવે આ અંગે ખુલાસો કરતા એક્ટ્રેસે જણાવ્યું છે કે તેમના ફેમિલી પ્લાનમાં કેટલાક બદલાવ આવ્યા છે, જેના લીધે લગ્ન જાન્યુઆરી અને ફેબ્રુઆરી સુધી નક્કી કરવામાં આવશે.
હાલમાં તેમના લગ્ન વિશે એ વાત સામે આવી છે કે તેઓ ક્યારે અને કયા મહિનામાં લગ્ન કરી રહ્યા છે. લગ્ન માટે વેન્યુ અને તારીખને લઈને કોઈ સમાચાર સામે આવ્યા નથી. પરંતુ તમને જણાવી દઈએ કે લગ્ન પછી બંને મુંબઈમાં જ રહેશે. રિપોર્ટ્સ મુજબ આથિયા અને કેએલ રાહુલ લગ્ન પછી મુંબઈના પાલી હિલ્સ સ્થિત સંધુ પેલેસમાં શિફ્ટ થઈ જશે. જે બાદ બંને રણબીર અને આલિયાના પડોશી બની જશે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી છેલ્લે ફિલ્મ મોતીચૂર ચકનાચૂરમાં જોવા મળી હતી. જેમાં તેની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી લીડ રોલમાં જોવા મળ્યો હતો. કેએલ રાહુલ પણ તેની ફિલ્ડમાં વધુ સારું પ્રદર્શન કરે છે. બંને પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણીવાર સાથે તસવીરો પણ શેર કરે છે.