પૂરી થઈ ‘શેરશાહ’ની લવસ્ટોરી, સિદ્ધાર્થને જે રાતે મળી તે ભૂલી શકી નથી કિયારા

|

Feb 09, 2023 | 5:20 PM

4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી આખરે સિદ્ધાર્થ-કિયારાની લવ સ્ટોરી પૂરી થઈ. આ સુંદર કપલે 7 ફેબ્રુઆરી 2023ના રોજ રોયલ સ્ટાઈલમાં લગ્ન (Kiara Sidharth wedding) કર્યા હતા. બંનેની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે, કિયારાને આજે પણ તે રાત યાદ છે જ્યારે તે સિદ્ધાર્થને મળી હતી.

પૂરી થઈ શેરશાહની લવસ્ટોરી, સિદ્ધાર્થને જે રાતે મળી તે ભૂલી શકી નથી કિયારા
Sid Kiara

Follow us on

Sidharth Kiara First Meeting: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની તેરી મેરી ગલ્લા એટલે કે તેમની વાતો એટલી ફેમસ થઈ જશે કદાચ તેઓને પણ ખબર ન હતી. બંનેની પહેલી મુલાકાત લગભગ 4 વર્ષ પહેલા થઈ હતી. લસ્ટ સ્ટોરીઝના રેપઅપ પાર્ટીમાં સિદ્ધાર્થ-કિયારાની પહેલી મુલાકાત થઈ હતી. જોતાની સાથે જ તેઓ એકબીજાને પસંદ આવી ગયા હતા. પહેલા વાતો કરી, પછી તેઓ મળ્યા અને પ્રેમમાં પડ્યા. સિદ્ધાર્થે કિયારાને મળવાનું શરૂ કર્યું અને 2019માં તેમની ડેટિંગના સમાચાર આવવા લાગ્યા.

આ પછી 2019 માં સિદ્ધાર્થ કિયારા સાઉથ આફ્રિકા નવું વર્ષ સેલિબ્રેટ કરવા પહોંચ્યા. બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક જ જગ્યાનો ફોટો શેયર કર્યો હતો. 2021માં સિદ્ધાર્થ અને કિયારા એકબીજાના પરિવારને મળ્યા હતા. કિયારાએ સિદ્ધાર્થ અને તેના માતા-પિતાને ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. એવું કહેવાય છે કે અહીંથી બંને પરિવારોએ આ સંબંધને આગળ વધારવાનો નિર્ણય લીધો હતો.

ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ
Vastu Tips : રસોડાની આ દિશામાં વાસણ રાખો, તમારી આર્થિક સ્થિતિ બનશે મજબૂત !
રાત્રે ઊંઘ નથી આવતી? અજમાવો 6 આયુર્વેદિક ઉપાય

કિયારાને આજે પણ યાદ છે તે રાત

કરણ જોહરના શો કોફી વિથ કરણ સીઝન 7માં, કિયારા અડવાણીએ કહ્યું હતું કે પહેલી વાર તે લસ્ટ સ્ટોરીઝની રેપ-અપ પાર્ટીમાં સિદ્ધાર્થને મળી હતી. તે કદાચ કેઝ્યુઅલ મુલાકાત હશે, પરંતુ ‘હું તે રાત ક્યારેય ભૂલી શકતી નથી’. આ પાર્ટી પછી બંનેની લવસ્ટોરી શરૂ થઈ ગઈ.

આ દરમિયાન મીડિયામાં સમાચાર આવ્યા કે સિદ્ધાર્થ કિયારાનું બ્રેકઅપ થઈ ગયું છે, બંનેએ મળવાનું બંધ કરી દીધું હતું, પરંતુ ફિલ્મ શેરશાહ પછી એક વખત બંનેનો પ્રેમ સામે આવ્યો હતો. ફિલ્મની સાથે સાથે જ લોકોને રિયલ લાઈફમાં પણ સિદ્ધાર્થ કિયારાની લવસ્ટોરી પસંદ આવવા લાગી હતી.

સિદ્ધાર્થ-કિયારાની લવ સ્ટોરી

2022માં બંને એકસાથે ન્યૂ યર સેલિબ્રેટ કરતા જોવા મળ્યા હતા. બંનેએ માલદીવમાં નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. 2022માં ઘણી વખત કપલે લગ્ન વિશે હિન્ટ આપી હતી, પરંતુ તેના વિશે ક્યારેય ઓફિશિયલ કોમેન્ટ કરી ન હતી. હવે સિદ્ધાર્થ અને કિયારાએ તેમના લગ્નની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરી છે. સિદ્ધાર્થ-કિયારાએ લખ્યું છે કે ‘હમારી પરમેનેન્ટ બુકિંગ હો ચૂકી હૈ.’

આ પણ વાંચો : સિદ્ધાર્થ-કિયારાની જેમ આ સ્ટાર્સે પણ કર્યા છે રોયલ વેડિંગ, કરોડો રુપિયાનો કર્યો ખર્ચ

પૂરી થઈ ‘શેરશાહ’ની લવસ્ટોરી

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 7 ફેબ્રુઆરીએ રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં ધૂમધામથી લગ્ન કર્યા હતા. બંનેના લગ્નમાં પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રો જ સામેલ થયા હતા. આ રીતે શેરશાહની અધૂરી પ્રેમ કહાની પૂરી થઈ.

Next Article