‘સંજય દત્ત’ અને ‘સલમાન ખાન’ એકસાથે? ‘ખલનાયક રિટર્ન્સ’ ને લઈને આવ્યા ‘મોટા સમાચાર’

બોલિવૂડની આઇકોનિક એક્શન-ડ્રામા ફિલ્મ 'ખલનાયક'ના ચાહકો માટે એક મોટા અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. આ સાથે જ ફિલ્મના સીક્વલ 'ખલનાયક રિટર્ન્સ' (Khalnayak Returns) ને લઈને ફિલ્મ ગલિયારામાં ભારે ચર્ચા જાગી છે.

સંજય દત્ત અને સલમાન ખાન એકસાથે? ખલનાયક રિટર્ન્સ ને લઈને આવ્યા મોટા સમાચાર
Image Credit source: RajSingh Sisodiya
| Updated on: Oct 31, 2026 | 7:53 PM

બોલિવૂડ એક્ટર સંજય દત્તની ફિલ્મ ‘ખલનાયક’ (Khalnayak) ના સીક્વલ ‘ખલનાયક રિટર્ન્સ’ (Khalnayak Returns) ને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. વર્ષ 1993માં આવેલી આ ફિલ્મમાં સંજય દત્તે બલ્લુનું પાત્ર ભજવીને ખૂબ લોકપ્રિયતા મેળવી હતી.

હવે તેના બીજા પાર્ટને લઈને એક એવો સમાચાર સામે આવ્યા છે, જેણે ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. ચર્ચા છે કે, આ ફિલ્મમાં બોલિવૂડના ભાઈજાનની એન્ટ્રી થઈ શકે છે. જો આવું થાય તો પડદા પર એક રસપ્રદ જોડી જોવા મળી શકે છે.

‘ખલનાયક રિટર્ન્સ’માં થશે સલમાન ખાનની એન્ટ્રી?

મીડિયા રિપોર્ટ મુજબ, ફિલ્મમેકર સુભાષ ઘાઈ અને તેમની રાઈટિંગ ટીમ ‘ખલનાયક રિટર્ન્સ’માં સલમાન ખાન માટે એક ખાસ પાત્ર તૈયાર કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ એક પોલીસ ઓફિસરનો રોલ હશે, જે ફિલ્મમાં સંજય દત્તના પાત્રની મદદ કરતો જોવા મળશે. આ પાત્રને વાર્તાના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વનું જણાવવામાં આવી રહ્યું છે.

રિપોર્ટમાં સૂત્રના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, આ પોલીસ ઓફિસર દયાાળુ વ્યક્તિ હશે અને સંજય દત્તના પાત્રની મદદ કરશે. જો કે, હજુ એ નક્કી નથી થયું કે; સલમાન ખાન આ ફિલ્મનો હિસ્સો બનશે કે નહીં?

સુભાષ ઘાઈએ કહી આ વાત

સલમાન ખાનની ફિલ્મમાં એન્ટ્રીને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે અને આ જ કારણથી કાસ્ટિંગ પણ ફાઈનલ કરવામાં આવ્યું નથી. સુભાષ ઘાઈએ પણ આ વિશે વાત કરતા કહ્યું કે, હજુ કંઈપણ કહેવું ઉતાવળ ગણાશે.

તેમણે જણાવ્યું કે, સ્ક્રિપ્ટિંગનું કામ ચાલુ છે અને આખી સ્ક્રિપ્ટ તૈયાર થયા પછી જ આગળની સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. તમને જણાવી દઈએ કે, સલમાન ખાન ફિલ્મમાં હશે કે નહીં; તેને લઈને હજુ સુધી કશું જ સ્પષ્ટ નથી.

Breaking News : હવે આવશે ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહના જીવન પર બાયોપિક, જાણો ક્યારે થશે શૂટિંગ?

Follow Us
Loading...
Unable to load recommendations.