‘Operation Sindoor’ નું અસલી સત્ય બતાવશે ‘Kartik Aaryan’, વિવેક અગ્નિહોત્રી સાથે પહેલીવાર મિલાવ્યો હાથ

રોમાન્સ અને કોમેડી ફિલ્મોથી દિલ જીતનારા કાર્તિક આર્યન હવે બોલિવૂડમાં એકદમ અલગ જ અંદાજમાં જોવા મળશે. 'ચંદુ ચેમ્પિયન' બાદ હવે 'કાર્તિક આર્યન' વિવેક અગ્નિહોત્રીની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઓપરેશન સિંદૂર' માં લીડ રોલ ભજવવા જઈ રહ્યો છે.

Operation Sindoor નું અસલી સત્ય બતાવશે Kartik Aaryan, વિવેક અગ્નિહોત્રી સાથે પહેલીવાર મિલાવ્યો હાથ
| Updated on: Oct 28, 2026 | 6:43 PM

બોલિવૂડ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી પોતાની ફિલ્મો દ્વારા સમાજની આંખો ખોલવાનું કામ કરતા રહ્યા છે. હવે જલદી જ તેઓ એક એવી મૂવી લાવવાના છે, જે લોકોને ભારતના ‘ઓપરેશન સિંદૂર’ ની અસલી કહાની જણાવશે.

વિવેક અગ્નિહોત્રી જલદી જ ‘લેફ્ટિનન્ટ જનરલ કે.જે.એસ. ધિલ્લોન’ની પુસ્તક ‘ઓપરેશન સિંદૂર: ધ અનટોલ્ડ સ્ટોરી’ પર આધારિત એક મૂવી શરૂ કરશે, જેમાં ઘણી ઇનસાઇડ સ્ટોરીઝના ખુલાસા થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મમાં કાર્તિક આર્યન જોવા મળશે.

ગેમ ચેંજર સાબિત થશે ‘Operation Sindoor’

વેરાયટી ઇન્ડિયાએ પોતાના તાજા રિપોર્ટમાં જણાવ્યું છે કે, કાર્તિક આર્યન હાલ શમિત અમીનની ‘કેપ્ટન ઇન્ડિયા’ શૂટ કરવામાં વ્યસ્ત છે, જે જલદી જ પૂરી થઈ જશે. આ પછી તે વિવેક અગ્નિહોત્રીની ‘Operation Sindoor’ શરૂ કરશે.


‘ધ કશ્મીર ફાઇલ્સ’, ‘ધ વેક્સિન વોર’ અને ‘ધ બંગાળ ફાઇલ્સ’ જેવી ફિલ્મો બનાવનાર વિવેક અગ્નિહોત્રીએ પ્રોજેક્ટ સિંદૂર માટે પહેલીવાર કાર્તિક આર્યન સાથે હાથ મિલાવ્યો છે.

કાર્તિક આર્યનની દરેક ફિલ્મ છે ‘જુદી’

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન એક સમય રોમ-કોમ મૂવીઝ માટે જ જાણીતો હતો. એવામાં જો તેની અપકમિંગ મૂવીઝની લિસ્ટ પર નજર નાખીએ તો, તેની દરેક ફિલ્મ જુદી છે.


કાર્તિક આર્યન એકબાજુ પ્રોજેક્ટ સિંદૂરનો હિસ્સો છે, તો વળી બીજીબાજુ ‘નાગજીલા’ જેવી સુપરહીરો મૂવીમાં પણ જોવા મળશે. તે અનુરાગ બાસુના રોમેન્ટિક ડ્રામામાં દેખાશે, તો વળી તેની પાસે ‘કેપ્ટન ઇન્ડિયા’ જેવી મૂવી પણ છે.

ટ્રેડ પંડિતોનું માનીએ તો, આ મૂવીઝ કાર્તિક આર્યનની ઇમેજ પૂરી રીતે બદલી નાખશે અને તેને એક કલાકાર તરીકે સ્થાપિત કરશે. એવું લાગી રહ્યું છે કે, કાર્તિક એક ઇમેજ સાથે બંધાઈને રહેવા નથી માંગતો.

‘રવિ કિશન’ Gen-Z ને રોવડાવશે ! બજરંગબલી સાથે દોસ્તી કરશે ‘ભાજપના નેતા’, દિવાળી પર રિલીઝ થશે ‘નવી ફિલ્મ’

Follow Us
Loading...
Unable to load recommendations.