પાર્ટીમાં ગર્લફ્રેન્ડ Tejaswi Prakash સાથે ડાન્સ કરતી વખતે રોમેન્ટિક થયો કરણ કુન્દ્રા, Video થયો વાયરલ

Karan kundra Tejaswi Prakash Video: કરણ કુન્દ્રા અને તેની ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો તેના એક મિત્રની બર્થડે પાર્ટીનો છે.

પાર્ટીમાં ગર્લફ્રેન્ડ Tejaswi Prakash સાથે ડાન્સ કરતી વખતે રોમેન્ટિક થયો કરણ કુન્દ્રા, Video થયો વાયરલ
| Edited By: | Updated on: Apr 14, 2023 | 10:14 AM

કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ એક એવું ટીવી કપલ છે જે દરેકની ફેવરિટ લિસ્ટમાં છે. આ બંને પોતાના ફેન્સને એન્ટરટેઈન કરવાનો કોઈ મોકો છોડતા નથી. હાલમાં જ આ પ્રેમી યુગલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેણે સોશિયલ મીડિયા પર સૌની નજર ખેંચી છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કરણ અને તેજસ્વી એકબીજા સાથે ડાન્સ કરી રહ્યાં છે. લાંબા સમય બાદ બંને રોમેન્ટિક ડાન્સ દ્વારા ચાહકોની નજરમાં આવ્યા છે.

આ પણ વાંચો : શાહિદ કપુરની એક્શન ફિલ્મ ‘ Bloody Daddy’નું ટીઝર રિલીઝ, અભિનેતાનો જોવા મળ્યો ધાંસુ લુક

આ વીડિયો તેની મિત્ર જેસિકાએ શેર કર્યો છે. જે થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ છે. કરણ અને તેજસ્વીએ તાજેતરમાં જ તેમની મિત્ર જેસિકા ખુરાનાની બર્થડે પાર્ટીમાં હાજરી આપી હતી. આ વીડિયો ગત 12 એપ્રિલની રાતનો છે, જે હવે વાયરલ થયો છે.

 

 

આ કપલ આશિકી 2 અને ઇશ્ક વાલા લવ પર ડાન્સ કરતા જોવા મળે છે. આ દરમિયાન બંને બ્લેક આઉટફિટમાં જોવા મળે છે. આ ડાન્સના બહાને ફરી એકવાર કપલે રોમેન્ટિક મુડમાં આવી જાય છે.

કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશના લુકની થઈ ચર્ચા

સાથે જ એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કરણ એક્ટ્રેસને પોતાના હાથે ડ્રિંક આપતો જોવા મળે છે. જો કે, બંનેને ચાહકો તરફથી ઘણો પ્રેમ અને સમર્થન મળે છે. કેટલાક લોકો તેમને તેમના રોમાંસને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરી રહ્યા છે. પરંતુ, અન્ય સ્ટાર્સની જેમ કરણ અને તેજા પણ લોકો શું કહે છે તેની પરવા કરતા નથી.પાર્ટીમાં કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશના લુક્સ વિશે વાત કરીએ તો, અભિનેત્રી ડેનિમ આઉટફિટમાં સિઝલિંગ હોટ દેખાતી હતી. કરણ કુન્દ્રા પણ બ્લેક લુકમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. બંનેને રોમેન્ટિક થતા જોઈને ફેન્સ પણ તેના દિવાના થઈ રહ્યા છે. જ્યાં ઘણા લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો