
એક્ટિંગ, ડાયરેક્શન, ફિલ્મ મેકિંગ અને પોલિટીકસમાં હાથ અજમાવ્યા બાદ હવે કંગના રનૌતે મનાલીમાં The Montain Story નામનું કેફે ખોલ્યું છે. આ કેફે વેલન્ટાઈન ડે એટલે કે, 14 ફેબ્રુઆરીના રોજ ખુલશે, પરંતુ આ કેફેનું મેનુ શું હશે ? તો તમને જણાવી દઈએ કે, આ કેફેમાં હિમાચલી ડિશની સાથે સાથે ઈન્ટરનેશનલ ડિશ પણ મળશે.એટલે કે કંગનાની રેસ્ટોરન્ટમાં લોકલથી લઈને ઈન્ટરનેશનલ સુધી અનેક પ્રકારની વાનગીઓ ખાવા માટે ઉપલબ્ધ હશે.
કંગનાએ પોતાના રેસ્ટોરન્ટનો વીડિયો શેર કર્યો છે. જેમાં કંગના જે પ્લેટ સર્વ કરી રહી છે. તેમાં લોકલ ડિશ જોવા મળી રહી છે. જેમાં મંડીની ફેમસ ધામ સેપુ-બડી, કદ્દુ કા ખટ્ટા અને કાંગડી ધામ મદરા પીરસવામાં આવ્યા છે.કંગનાએ કહ્યું હતું કે તે તેની રેસ્ટોરન્ટના મેનુમાં આંતરરાષ્ટ્રીય ભોજનનો પણ સમાવેશ કરશે. જેમ કે આપણે અહીં ઇટાલિયન પિઝા અને પાસ્તા પણ ખાઈ શકશો.
કંગનાએ આ કેફેનું નામ ધ માઉન્ટેન સ્ટોરી છે.જે ફોટો તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તે લોકોને ખુબ પસંદ આવી રહ્યા છે. એક સુંદર વીડિયો શેર કરતા કંગનાએ લખ્યું કે, મારા બાળપણનું સપનું પૂર્ણ થયું. હિમાલયની ગોદમાં મારું નવું કેફે ધ માઉન્ટેન સ્ટોરી , આ એક લવ સ્ટોરી છે. ધ માઉન્ટેન સ્ટોરી 14 ફ્રેબુઆરીના રોજ ખોલવામાં આવશે. અન્ય પોસ્ટમાં તેમણે લખ્યું હિમાલયથી મને પ્રેમ છે. નદી અને જંગલ મારા દિલમાં વસે છે. તમને જણાવી દઈએ કે, દર વર્ષે શિમલા-મનાલી ફરવા માટે ગુજરાતના લોકો મોટી સંખ્યમાં જાય છે.
કંગનાએ ફિલ્મ ઈમરજન્સી રિલીઝ બાદ મંડી સાંસદ કંગનાએ હિમાચલ પ્રદેશના મનાલીમાં પોતાનું રેસ્ટોરન્ટ ધ માઉન્ટેન સ્ટોરી ખોલ્યું છે.કંગના રનૌતે પોતાની પોસ્ટમાં દીપિકા પાદુકોણને પણ ટેગ કરી છે. જૂનું વચન પણ યાદ કરાવ્યું. જેમાં દીપિકા પાદુકોણે કંગના રનૌતને કહ્યું હતું કે તે પ્રથમ ગ્રાહક બનવા માંગે છે.