Krishna Janmashtami 2023 : ભારતમાં લગભગ દરેક તહેવાર પર બોલિવૂડ સોન્ગ બન્યા છે. દેશમાં અલગ અલગ તહેવારના પ્રસંગે આવા સોન્ગ લોકોનું ખુબ મનોરંજન કરે છે. બોલિવૂડ સ્ટાર્સ પર ફિલ્મો અને વાસ્તવિક જીવનમાં ભારતના તમામ તહેવારોની ઊજવણી કરે છે. આજે કૃષ્ણ જન્માષ્ટમી (Janmashtami )છે. ભગવાન કૃષ્ણના જન્મની ખુશીમાં મટકી ફોડીને હર્ષોઉલ્લાસથી આ તહેવાર ઉજવવામાં આવે છે.
બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણીના દ્રશ્યો જોવા મળે છે. આવા ઘણા ગીતો પણ રચાયા છે જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને દર વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે આ ગીતોનો ક્રેઝ જોવા મળે છે. આ અહેવાલમાં તમને આવા જ કેટલાક ગીતો વિશે જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે આ ખાસ દિવસના રંગોમાં રંગાઈ જશો.
આ પણ વાંચો : Krrish 4: ઋતિક રોશનની ક્રિશ 4ની જોઈ રહ્યા છો રાહ? સામે આવ્યું છે મોટું અપડેટ
વર્ષ 1992માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ ખુદ્દારનું આ ગીત ‘મચ ગયા શોર સારી નગરી મે’ કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ ગીત વર્ષ 1963માં રિલીઝ થયેલી શમી કપૂરની ફિલ્મ બ્લફમાસ્ટરનું છે. દહીં હાંડી (મટકીફોડ) પર આધારિત આ ગીત તે દિવસોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું હતુ. આ ગીત આજે પણ લોકપ્રિય છે.
લિસ્ટમાં આગળનું ગીત સલમાન ખાનની ફિલ્મ હેલો બ્રધર્સનું છે. ગીતનું શીર્ષક ચાંડી કી દાલ પર સોને કા મોર છે. જો કે આ ગીતને રિલીઝ થયાને 24 વર્ષ થઈ ગયા છે, પરંતુ લોકો વચ્ચે આજે પણ આ ગીત લોકપ્રિય છે.
આ કૃષ્ણ જન્માષ્ટમી પર રચાયેલા લોકપ્રિય ગીતોમાંનું એક બોલિવૂડ ગીત એટલે ગો ગો ગો ગોવિંદા. આ ગીત વર્ષ 2012માં આવ્યું હતુ, જે મીકા સિંહ અને શ્રેયા ઘોષાલે ગાયું હતું.
આ પણ વાંચો: અક્ષય કુમારની ફિલ્મનું બદલાયું નામ, ધ ગ્રેટ INDIA રેસ્ક્યૂથી થયું આ નામ, મોશન પિક્ચર પણ રિલીઝ, જુઓ Video