‘ફરક પડતો નથી’, વડોદરામાં મહિલાના મૃત્યુ બાદ વિદ્યાર્થી પર ગુસ્સે થઈ જાહ્નવી કપૂર, કહી આ મોટી વાત

વડોદરામાં થયેલા એક ભયાનક અકસ્માત પર જાહ્નવી કપૂરે ગુસ્સામાં રિએક્શન આપ્યું છે. વિદ્યાર્થી રક્ષિત ચૌરસિયા પર ગુસ્સે થઈ છે. જેમણે પોતાની કારથી જે એક્ટિવા ગાડીને ટકકર મારી હતી. આ ઘટનામાં એક મહિલાનું મૃત્યું થયું હતુ.

ફરક પડતો નથી, વડોદરામાં મહિલાના મૃત્યુ બાદ વિદ્યાર્થી પર ગુસ્સે થઈ જાહ્નવી કપૂર, કહી આ મોટી વાત
| Updated on: Mar 16, 2025 | 11:19 AM

વડોદરામાં થોડા દિવસ પહેલા રક્ષિત ચૌરસિયાએ પાતની કારથી એક્ટિવાને ટકકર મારી હતી. આ ઘટના પર બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર પણ ગુસ્સે થઈ છે. આ ગંભીર અકસ્માતમાં એક મહિલાનું મૃત્યું થયું છે. જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, દારુના નશામાં રક્ષિત ગાડી ચલાવી રહ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન ડ્રાઈવર નશાની હાલતમાં જોવા મળી રહ્યો હતો.

 

રસ્તા પર આવી ચીસો પાડતો હતો. તમને જણાવી દઈએ કે, આ સમગ્ર ઘટના કારેલીબાગ સ્થિત આમ્રપાલીમાં બની છે.

 

જાહ્નવી કપૂર ગુસ્સે થઈ

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરે પોતાના ઈનસ્ટાગ્રામ પર સ્ટોરીમાં લખ્યું આ ભયાનક અને ગુસ્સો અપાવનારી વાત છે. મને એ વાતથી ખુબ દુખ થાય છે કે, લોકો આવું વર્તન કેમ કરે છે. તે નશામાં હોય કે નહી. આ વાતથી ફરક પડતો નથી અક મહિલાનું મૃત્યું થયુ છે. તેનું શું? આરોપીએ કહ્યું તે 50ની સ્પીડથી કાર ચલાવી રહ્યો હતો. તે દરમિયાન કાર આઉટ ઓફ કંટ્રોલ થઈ હતી. તમને જણાવી દઈએ કે, પોલીસે ખુલાસો કર્યો છે કે, દુર્ઘટના સમયે કારમાં રહેલો ચૌરસિયા અને તેનો ફ્રેન્ડ મીત ચૌહાણ હતો. જે કારનો માલિક હતો અને ઘટના સ્થળેથી નાશી ગયો હતો.

 

 

 

મહત્ત્વનું છે કે નબીરાએ હચમચાવી દે તેવો અકસ્માત સર્જીને કારમાંથી ઉતરી બેફામ બૂમો પાડવા લાગ્યો છે. સ્થાનિકોના પકડ્યા બાદ પણ નબીરાને અકસ્માત અંગે કોઈ જ ભાન ન હતું. આરોપી નબીરો મૂળ વારાણસીનો રક્ષિત ચૌરસિયા હોવાનું સામે આવ્યું છે.ટ્રાફિકના તમામ કાયદાઓનો ભંગ કરનાર પોતે કાયદાનો અભ્યાસ કરી રહ્યો છે.