
બોલિવુડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફની શાનદાર એક્ટિંગ અને અવાજના લાખો ચાહકો છે. તેઓ હાલમાં સ્પાઈડર પ્લાન્ટને લઈ ચર્ચામાં રહ્યા છે. જેકી શ્રોફ કોઈનો બર્થ ડે હોય કે, કોઈ પાર્ટી હોય હાથમાં કે ગળામાં સ્પાઈડર પ્લાન્ટનો છોડ લઈ પહોંચી જાય છે.ચાહકો પણ આતુર છે કે, જેકી શ્રોફનું સ્પાઈડર પ્લાન્ટ સાથે ખાસ કનેક્શન આખરે શું છે.
કેટલીક વખત તો ગળામાં પ્લાન્ટની માળા પહેરીને પણ જોવા મળ્યા છે. જેકી શ્રોફ પર્યાવરણની સુરક્ષા, પોલ્યુશનને ઓછું કરવા પ્લાન્ટ લગાવવાનો આગ્રહ બધાને કરતા હોય છે. કેટલાક લોકો ઈવેન્ટ કે બર્થડે પાર્ટીમાં જવા માટે સ્ટાઈલિશ અને મોંઘી એક્સેસરીઝ પસંદ કરતા હોય છે. પરંતુ જેકી શ્રોફ નાનકડો પ્લાન્ટનો પ્લોટ ગળામાં પહેરી જોવા મળે છે.જેકી શ્રોફને સ્પાઈડર પ્લાન્ટ ખુબ પસંદ છે.તેની કારમાં પણ આ છોડને રાખે છે.જેકી શ્રોફ માને છે કે ઝેરી હવાથી બચવા માટે કારમાં સ્પાઈડરનો છોડ રાખવો જોઈએ.
જેકી શ્રોફ પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે આ કામ કરે છે.પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા માટે તેમજ પોલ્યુશન ઓછું કરવા માટે છોડ લગાવવું યોગ્ય માને છે.આ કરાણે તેઓ સૌ કોઈ છોડની ગિફટ આપે છે. હવે વાત સ્પાઈડર પ્લાન્ટની આવે તો સ્પાઈડર પ્લાન્ટ પ્રદુષિત હવા દુર કરે છે.
જેકી શ્રોફે આ વિશે ખુલીને વાત કરી છે. સોશિયલ મીડિયા પર જેકીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે કહે છે, “મેં વૃક્ષો વાવીને દુનિયા પર કોઈ ઉપકાર નથી કર્યો. દરેકનું કામ તેમને વાવવું છે. જો ન લગાવવું હોય તો મરો બળીને.એવું જ થવાનું છે. મારે મારા બાળકો વિશે વિચારવું જોઈએ. હું પહેલાથી અડધો કબરમાં છું. મારા પાસે એક ટાઈગર બાબા છે, મારા ટાઈગરને પણ એક નાનો ટાઈગર હશે. તમારા લોકોનો પણ આવશે, દરેકના ઘરે ટાઈગર છે. તો સમજો, ભીડ્ડુ. તમારે તેમના માટે પોતાને ન છોડવા જોઈએ. વૃક્ષો, ખોરાક, પાણી, હવા, ઓછા થઈ જશે. ભીડ્ડુ? મને બોલતા આવડતું નથી, હું જેટલું બોલી શકું તેટલું બોલી રહ્યો છું, ભીડ્ડુ.”