ઈશા દેઓલે કરાવી લિપ સર્જરી ! વિચિત્ર દેખાયો નવો લુક, યુઝર્સ કરી રહ્યા ટ્રોલ, જુઓ-VIDEO

|

Apr 21, 2024 | 5:57 PM

બોલિવૂડ એક્ટ્રેસ ઈશા દેઓલ હાલમાં જ સ્પોટ થઈ છે. આ સમયગાળા દરમિયાન લોકોને લાગે છે કે તેનો ચહેરો ઘણો બદલાઈ ગયો છે. આ દરમિયાન તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ લોકો તેના હોઠ પર કોમેન્ટ કરી રહ્યા છે.

ઈશા દેઓલે કરાવી લિપ સર્જરી ! વિચિત્ર દેખાયો નવો લુક, યુઝર્સ કરી રહ્યા ટ્રોલ, જુઓ-VIDEO
Isha Deole lip surgery VIDEO

Follow us on

બોલિવૂડ અભિનેત્રી ઈશા દેઓલ આ દિવસોમાં ચર્ચામાં છે. તાજેતરમાં જ ઈશા દેઓલે તેના પતિ ભરત તખ્તાનીથી અલગ થવાની માહિતી આપી હતી. 11 વર્ષ સાથે રહ્યા બાદ હવે ઈશા અને ભરતનો સંબંધ તૂટી ગયો છે. આ સમાચાર સામે આવ્યા બાદ ઈશાના ફેન્સને મોટો આંચકો લાગ્યો છે. આ દરમિયાન ઈશા દેઓલ ફરી એકવાર ચર્ચામાં છે. ઈશા દેઓલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઈશાના હોઠ વિચિત્ર લાગી રહ્યા છે અને આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ક્લિપ જોયા બાદ લોકો ધરમેન્દ્રની દિકરી ઈશાને ટ્રોલ કરી રહ્યા છે.

ઈશા દેઓલે કરાવી લિપ સર્જરી !

ઈશા દેઓલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મીડિયા સાથે વાત કરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે ઈશા દેઓલ અને તેની બહેન આહાના દેઓલ લોકસભા ચૂંટણી 2024 દરમિયાન મથુરામાં તેમની માતા હેમા માલિની માટે પ્રચાર કરતી જોવા મળી હતી. આ સમયનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બધાની નજર ઈશાના હોઠ પર ટકેલી છે. લોકોએ આ ક્લિપ પર ટિપ્પણી કરતા ઘણી વાતો કહી. એક યુઝરે કહ્યું, ‘આ બધું તમે શું કર્યું?’

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

સોશિયલ મીડિયા પર ઈશા દેઓલ ટ્રોલ

ઈશા દેઓલની ઓનલાઈન તસવીરો, ખાસ કરીને હોઠ જોઈને નેટીઝન્સે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કોમેન્ટમાં એક યુઝરે પૂછ્યું, “એશા દેઓલના હોઠને શું થયું?” અન્ય યુઝરે કહ્યું, “ક્યારેય સમજાશે નહીં કે કલાકારો લિપ સર્જરી કેમ કરાવે છે. ખરેખર શા માટે અને શું જરુરી છે?” અન્ય એક યુઝરે કહ્યું, “આ સર્જરી ઈશા પર બિલકુલ સારી નથી લાગી રહી. તે તદ્દન નકામી લાગે છે. રાજકારણમાં આવવા માટે વ્યક્તિએ ઈમેજ અને ચહેરો બંને બદલવું પડે છે.”

શું રાજકારણમાં એન્ટ્રી કરશે ઈશા ?

તમને જણાવી દઈએ કે ઈશા મથુરામાં બાંકે બિહારીની પણ મુલાકાત લીધી હતી. બાંકે બિહારીની મુલાકાત લીધા બાદ તે મીડિયાને મળી હતી. ઈશા દેઓલે વાતચીત દરમિયાન એક મોટી વાત કહી. ઈશાએ રાજકારણમાં આવવાનો ઈશારો કર્યો હતો. આ પહેલા અભિનેત્રીની માતાએ પણ તેમની પુત્રીની રાજનીતિમાં રસ હોવાનો ખુલાસો કર્યો હતો, જે બાદ ઈશાના રાજકારણમાં પ્રવેશની અટકળોએ જોર પકડ્યું હતું.

Published On - 5:55 pm, Sun, 21 April 24

Next Article