Irrfan Khan Death Anniversary : દૂધવાળાની પુત્રીના પ્રેમમાં હતો ઇરફાન ખાન, અભિનેતાને એક વસ્તુથી હતી નફરત, પત્નીનો ખુલાસો

|

Apr 29, 2022 | 9:25 AM

આજે ઈરફાન ખાનની આજે પુણ્યતિથિ છે. અભિનેતાના ચાહકો તેને યાદ કરી રહ્યા છે. શું તમે જાણો છો કે ઈરફાન ખાન એક એવો પઠાણ હતો (Irrfan Khan First Love) જે માંસનું સેવન કરતા નહોતા.

Irrfan Khan Death Anniversary : દૂધવાળાની પુત્રીના પ્રેમમાં હતો ઇરફાન ખાન, અભિનેતાને એક વસ્તુથી હતી નફરત, પત્નીનો ખુલાસો
irrfan khan death anniversary

Follow us on

જે દિવસે સ્ટાર ઈરફાન ખાને (Irrfan Khan) મનોરંજન જગતને વિદાય આપી ત્યારે બોલિવૂડ જગતમાં સન્નાટો છવાઈ ગયો હતો. ઈરફાન ખાને 29 એપ્રિલ 2020ના રોજ અંતિમ શ્વાસ (Irrfan Khan Death) લીધા. તેમના નિધનથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઈરફાને દૂનિયામાંથી વિદાય લીધી તેને બે વર્ષ વીતી ગયા, પરંતુ તેના ચાહકો આજે પણ તેને એટલી જ આદરથી યાદ કરે છે. આજે ઈરફાન ખાનની પુણ્યતિથિ છે. તેથી અભિનેતાના ચાહકો તેને યાદ કરી રહ્યા છે. શું તમે જાણો છો કે ઈરફાન ખાન એક એવો પઠાણ હતો (Irrfan Khan First Love) જે માંસનું સેવન કરતા નહોતા. હા, આ કારણે તેના પિતા તેને રમુજી રીતે ‘બ્રાહ્મણ’ કહેતા હતા. ઈરફાન ખાન ખૂબ જ સરળ સ્વભાવનો હતો. ગ્લેમરની દુનિયામાં આવ્યા પછી પણ તેણે દેખાડો નહોતો કર્યો. મુસ્લિમ પઠાણ પરિવારમાં જન્મેલા ઈરફાનનું પૂરું નામ સાહબજાદે ઈરફાન અલી ખાન છે. પિતા જાગીરદાર ખાન કે જેઓ વ્યવસાયે ટાયરનો વ્યવસાય કરતા હતા.

16 વર્ષીય ઈરફાનને થયો હતો પ્રેમ

ઈરફાન ખાને એકવાર કહ્યું હતું કે, તે 16 વર્ષની ઉંમરે પહેલીવાર પ્રેમમાં પડ્યો હતો. આ વાતનો ઉલ્લેખ તેણે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. તેણે કહ્યું હતું કે, તે તેની માતાને પૂછીને ખાસ દૂધ લેવા જતો હતો. આ સાથે ઈરફાન દૂધવાળાની દીકરીને પણ જોઈ શકતો અને ઘર માટે દૂધ પણ આવી જતું. પરંતુ તે સમયે ઈરફાનનો પહેલો પ્રેમ પૂરો થઈ શક્યો નહોતો. વાસ્તવમાં યુવતી ઈરફાનને નહીં પણ બીજા કોઈને પ્રેમ કરતી હતી. ઈરફાને આ વાતનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, જ્યારે એક દિવસ તેણે હિંમત કરી અને વિચાર્યું કે તે આજે તે છોકરીને તેના દિલની વાત કહીશ ત્યારે તે છોકરીએ ઈરફાનને એક પત્ર આપ્યો હતો. આ તે પત્ર હતો જે તેના પ્રેમીએ તેને લખ્યો હતો. પછી ઈરફાનનું દિલ તૂટી ગયું અને તેણે છોકરીના પ્રેમમાંથી બહાર આવવાની કોશિશ શરૂ કરી.

ઈરફાનને એક વાત બિલકુલ નહોતી પસંદ

ઈરફાન ખાન ખૂબ જ સરળ વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ હતો. ઘણીવાર ઈરફાનના પરિવારમાંથી તેની પત્ની સુતાપા અને પુત્ર બાબિલ સાથે જોડાયેલી યાદો શેયર કરતા રહે છે. ચાહકો પણ તેની વાતો ખૂબ રસથી સાંભળે છે. તાજેતરમાં જ એક્ટર ઈરફાનની પત્ની સુતાપાએ એક પોસ્ટ શેયર કરી હતી. જેમાં તેણે ખુલાસો કર્યો હતો કે, ઈરફાનને એક વસ્તુથી ખૂબ જ નફરત છે – પત્તા રમવાની. ઈરફાનને પત્તા રમવાનું કે જોવું પસંદ નહોતું. તેની પત્નીએ જણાવ્યું કે, જ્યારે તે બીમાર હતો અને શૂટિંગમાં વ્યસ્ત હતો ત્યારે ઘણી વખત લોકો સેટ પર પત્તા લઈને બેસી જતા હતા. તે સમયે ઈરફાન ત્યાંથી ઉઠીને પુસ્તક વાંચવા જતો રહેતો હતો.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Funny Video: ટાબરિયાને આ રીતે ટીંગાટોળી કરીને સ્કૂલે મુકવા ગઈ માતા, વીડિયો જોઈને બાળપણની યાદો થઈ જશે તાજી

આ પણ વાંચો:  માણસે રસ્તામાં Armadilloને પીવડાવ્યું પાણી, હૃદય સ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Next Article