International Dance Day 2023: દ્રશ્યમ એક્ટ્રેસ શ્રિયા સરને નૃત્યને આપ્યું ટ્રિબ્યુટ, કહ્યું- હું ડિપ્રેશનમાં હતી ત્યારે મા મને…..

Shriya Saran's Tribute To Dance : શ્રિયા સરનની એક્ટિંગની સાથે તેનો ડાન્સ પણ ફેન્સને પસંદ આવી રહ્યો છે. તાજેતરમાં જ શ્રિયાએ તેના પેશન ડાન્સ વિશે Tv9 સાથે ખાસ વાતચીત કરી હતી.

International Dance Day 2023: દ્રશ્યમ એક્ટ્રેસ શ્રિયા સરને નૃત્યને આપ્યું ટ્રિબ્યુટ, કહ્યું- હું ડિપ્રેશનમાં હતી ત્યારે મા મને.....
Shriya Saran Tribute To Dance
| Edited By: | Updated on: Apr 29, 2023 | 12:08 PM

International Dance Day 2023 :ઇન્ટરનેશનલ ડાન્સ ડે 2023′ના અવસર પર પ્રખ્યાત અભિનેત્રી અને કથક ડાન્સર શ્રીયા સરને Tv9 નેટવર્ક સાથેની વાતચીતમાં તેના ડાન્સ વિશે વાત કરી. ડાન્સ પ્રત્યેના તેના પ્રેમ વિશે વાત કરતા શ્રિયા કહે છે કે મારી માતા કહે છે કે, હું ચાલતા પહેલા ડાન્સ શીખી ગઈ હતી. મને ડાન્સ વિશે બધું જ ગમે છે પણ જ્યારે હું કથક કરું છું ત્યારે મને એક કનેક્શનનો અનુભવ થાય છે.

આ પણ વાંચો : સાઉથની આ અભિનેત્રીઓની માતા પણ ખૂબ જ છે સુંદર

દ્રશ્યમ અભિનેત્રી શ્રિયાએ કહ્યું કે, હું નાનપણથી જ ડાન્સ શીખી હતી, પરંતુ જ્યારે મેં એક્ટિંગ શરૂ કરી ત્યારે વ્યસ્ત શેડ્યૂલને કારણે હું મારા ડાન્સથી દૂર થઈ ગઈ હતી. પ્રેક્ટિસ કરવાનું બંધ કરી દીધું અને થોડા સમય પછી હું ડિપ્રેશનમાં રહેવા લાગી. પછી મને આ રીતે ઉદાસ જોઈને મારી માતા મને ડાન્સ ગુરુ નૂતન પટવર્ધન પાસે લઈ આવી. તમને જણાવી દઈએ કે, આજે પણ શ્રિયા નૂતન પટવર્ધન પાસેથી ડાન્સનું શિક્ષણ લે છે.

શ્રિયા સરનના કેટલાક વીડિયો અહીં જુઓ

શ્રેયાની માતા તેની પ્રથમ શિક્ષક છે

શ્રિયાએ આ વાતચીતમાં કહ્યું કે, તેની માતા ડાન્સની પ્રથમ ટીચર છે. તેણે સૌથી પહેલા તેની માતા પાસેથી ડાન્સ શીખ્યો હતો. તે માને છે કે જ્યાં સુધી તમે તમારા શિક્ષકને માન નહીં આપો, ત્યાં સુધી તમે તે કળા જાણશો નહીં. આ જ કારણ છે કે શ્રિયા તેના તમામ ગુરુઓનું સન્માન કરે છે.

મે મહિનામાં રિલીઝ થશે શ્રેયાની નવી ફિલ્મ

તમને જણાવી દઈએ કે, શ્રિયા સરન ટૂંક સમયમાં તેની ફિલ્મ ‘ધ મ્યુઝિક સ્કૂલ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે એક મ્યુઝિક ટીચરની ભૂમિકા ભજવવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે શરમન જોશી પણ મુખ્ય ભૂમિકામાં છે. તેની ફિલ્મ 12 મે 2023ના રોજ રીલિઝ થઈ રહી છે. તે આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 9:49 am, Sat, 29 April 23