અમદાવાદમાં Shah Rukh Khanના ચાહકો છકડો લઈ ફિલ્મ જોવા પહોંચ્યા, વહેલી સવારથી જ શો હાઉસફુલ

|

Sep 07, 2023 | 1:57 PM

બોલીવુડ સ્ટાર કિંગખાન ( Shah Rukh Khan)ની ફિલ્મ જવાન આજે રિલીઝ થઇ છે. ફિલ્મ રિલીઝ થતાં SRKના ચાહકો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા પહોંચ્યા હતા.પહેલા દિવસે જ હાઉસફુલ ચાલી રહ્યુ છે

શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના ફેન્સ જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે. તેની ફિલ્મ જવાન સિનેમાઘરોમાં આજે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં તેની સાથે નયનતારા, દીપિકા પાદુકોણ, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, સુનીલ ગ્રોવર જેવા કલાકારો સ્ક્રીન પર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. કિંગ ખાનના ચાહકો વહેલી સવારથી જ થિયેટર પહોંચી ગયા હતા.પહેલા દિવસે જ હાઉસફુલ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : 100 કરોડની કમાણી કરનાર શાહરૂખ ખાનની પ્રથમ ફિલ્મ કઈ હતી ? 19 વર્ષ રાહ જોવી પડી

શાહરુખ ખાનના ચાહકોમાં ફિલ્મને લઈ અનેરો ઉત્સાહ

સાઉથ ડાયરેકટર દ્વારા જવાન ફિલ્મ ડાયરેકટ થઈ છે SRKના ચાહકો બેનરો સાથે મુવી જોવા પહોંચ્યા હતા.તો કેટલાક ચાહકો શાહરુખના ગેટઅપની જેમ મુવી જોવા પહોંચ્યા હતા. શાહરુખ ખાનના ચાહકોમાં ફિલ્મને લઈ અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. ગુજરાતી કલાકાર પણ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ફિલ્મ જોવા પહોંચ્યા હતા. અને આ ફિલ્મનો આનંદ લીધો હતો.બ્લોક બસ્ટર મુવી જશે તેવું શાહરુખ ખાનના ફેન્સનું નિવેદન હતુ.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ફિલ્મની અત્યાર સુધીમાં 7 લાખ ટિકિટ ઓનલાઈન વેચાઈ

અમદાવાદમાં શાહરૂખ ખાનની ફિલ્મ જવાન ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાનો ક્રેઝ. ચાહકો છકડો લઈ SRKના ગેટઅપમાં પહોંચ્યા થિયેટર. આશ્રમરોડ પર થિયેટરની બહાર તહેવારની જેમ ઉજવણી કરવામાં આવી હતી.રિપોર્ટ મુજબ આ ફિલ્મની અત્યાર સુધીમાં 7 લાખ ટિકિટ ઓનલાઈન વેચાઈ ચૂકી છે. ઘણા શહેરોમાં જેવા કે મુંબઈ, કોલકાતા, મોતિહારી સવારે 5 વાગ્યે ફિલ્મનો પહેલો શો રાખવામાં આવ્યો છે. ફિલ્મની વધુ માંગને કારણે સવારનો શો રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : શાહરૂખ ખાનની ‘જવાન’માં થલાપથી વિજયનો હશે કેમિયો? સામે આવી મોટી જાણકારી

શાહરૂખની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ

પઠાણ સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ હવે હિન્દી સિનેમાના બાદશાહ શાહરૂખ ખાન ફિલ્મ ‘જવાન’ સાથે ફરી એકવાર થિયેટરમાં એન્ટ્રી કરી છે. સાઉથના પ્રખ્યાત નિર્દેશક એટલીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું બજેટ લગભગ 300 કરોડ છે અને આ શાહરૂખની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ હોવાનું કહેવાય છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત પઠાણનું બજેટ લગભગ 270 કરોડ રૂપિયા હતું.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:57 am, Thu, 7 September 23

Next Article