IIFA 2024 Winner List : આજે છે આઈફા એવોર્ડનો છેલ્લો દિવસ, અહીં જુઓ વિજેતાઓનું લિસ્ટ

|

Sep 29, 2024 | 5:11 PM

27 સપ્ટેમ્બરે શરૂ થયેલા IIFA એવોર્ડ્સ આજે એટલે કે 29 સપ્ટેમ્બરે IIFA રોક્સ સાથે સમાપ્ત થશે. 27 સપ્ટેમ્બરના રોજ પહેલા દિવસે સાઉથ સ્ટારને એવોર્ડ આપવામાં આવ્યા હતા. 28 સપ્ટેમ્બરના શનિવારના રોજ બોલિવુડ સ્ટાર બેસ્ટ અભિનેતા, બેસ્ટ અભિનેત્રી અને બેસ્ટ ફિલ્મ સહિત તમામ એવોર્ડ આપવામાં આવ્યા હતા.

IIFA 2024 Winner List : આજે છે આઈફા એવોર્ડનો છેલ્લો દિવસ, અહીં જુઓ વિજેતાઓનું લિસ્ટ

Follow us on

ધ ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડસ 2024માં બોલિવુડ અને સાઉથના તમામ મોટા સ્ટાર જોવા મળ્યા હતા. આ વખતે આ એવોર્ડનું આયોજન યુઈએના અબુ ધાબુમાં કરવામાં આવ્યું છે, શુક્રવારના રોજ આઈફા એવોર્ડમાં સાઉથ સ્ટારને એવોર્ડ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ શનિવારની રાત્રે બોલિવુડ સ્ટારને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

શનિવારના રોજ શાહરુખ ખાન ઈવેન્ટને હોસ્ટ કરતો જોવા મળ્યો હતો. તેની સાથે વિક્કી કૌશલ પણ હતા, કૃતિ સેનન, શાહિદ કપુર , પ્રભુ દેવા અને અનન્યા પાંડે સહિત અનેક ફિલ્મી હસ્તીઓ સ્ટેજ પર પરફોર્મન્સ કર્યું હતુ. આઈફા એવોર્ડના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

મગનું સેવન કરવાથી થાય છે આ મેજિકલ ફાયદા
કોઈ વ્યક્તિએ ઓછામાં ઓછી કેટલી કલાક સૂવુ જોઈએ?
ગુજરાતી સિંગરની ફેશન સેન્સ બધાને પસંદ આવે છે
જો 1 મહિનો ખાંડ ખાવાનું બંધ કરી દો તો જાણો શું થશે?
આ છે દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની, જાણો TATA Steel કયા નંબર પર
સૂતા પહેલા આ પાણી પીવો, મશીન કરતા પણ ફાસ્ટ કામ કરશે પાચનતંત્ર

 

 

કોણે જીત્યા આઈફા એવોર્ડ જુઓ

બેસ્ટ ફિલ્મ : એનિમલ (ભૂષણ કુમાર,કૃષ્ણ કુમાર, પ્રણેય રેડ્ડી વાંગા)

બેસ્ટ નિર્દેશક : વિધુ વિનોદ ચોપરા (12મી ફેલ)

બેસ્ટ અભિનેત્રી : રાની મુખર્જી (મિસેજ ચેટર્જી નૉર્વ)

બેસ્ટ અભિનેતા : શાહરુખ ખાન (જવાન)

બેસ્ટ સપોર્ટિંગ રોલ (સ્ત્રી): શબાના આઝમી – (રોકી ઔર રાની કી લવ સ્ટોરી)

બેસ્ટ સપોર્ટિંગ રોલ(પુરુષ): અનિલ કપૂર – (એનિમલ)

નેગેટિવ રોલઃ બોબી દેઓલ- એનિમલ

સંગીત નિર્દેશન: પ્રીતમ, વિશાલ મિશ્રા, મનન ભારદ્વાજ, શ્રેયસ પુરાણિક, જાની, ભૂપિન્દર બબ્બલ, આશિમ કેમસન, હર્ષવર્ધન, રામેશ્વર-(એનિમલ)

બેસ્ટ પ્લેબેક સિંગર (સ્ત્રી) શિલ્પા રાવ- ચાલ્યા- (યુવાન)

બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ): ભૂપિન્દર બબ્બલ – અર્જન વેલી-(એનિમલ)

બેસ્ટ ગીત – સિદ્ધાર્થ-ગરિમા, સતરંગી- (પ્રાણી)

બેસ્ટ સ્ટોરી- રોકી અને રાનીની લવ સ્ટોરી

ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન – જયંતિલાલ ગડા અને હેમા માલિની

સૌથી વધારે એનિમલ ફિલ્મને એવોર્ડ મળ્યા

આ એવોર્ડમાં રણબીર કપૂરની ફિલ્મ એનિમલે અનેક એવોર્ડ જીત્યા છે. જ્યારે અનિલ કપૂરની ફિલ્મ રિલીઝ થઈ ત્યારે લોકોએ ખુબ અલોચના કરી હતી અને વિવાદોમાં પણ આવી હતી. તેમ છતાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. તેમજ રોકી ઔર રાની કી કહાનીને 2 એવોર્ડ મળ્યા છે. શાહરુખ ખાનની ફિલ્મ જવાનને પણ 2 એવોર્ડ મળ્યા છે.એશ્વર્યા રાયને તમિલ સિનેમાની ફિલ્મ પોન્નિયમ સેલ્વન 2 માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. તેમજ તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મૃણાલ ઠાકરોને મળ્યો છે.

Next Article