Hera Pheri 3 Controversy : અક્ષય કુમારે બાબુ ભૈયાને મોકલી 25 કરોડની નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

અક્ષય કુમારે પરેશ રાવલને હેરાફેરી 3માંથી બહાર થવા મામલે 25 કરોડ રુપિયાની લીગલ નોટિસ ફટકારી છે. અક્ષય કુમારે આ નોટિસ પોતાના પ્રોડક્શન હાઉસ દ્વારા મોકલી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, પરેશ રાવલે આ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો અને શૂટિંગ પણ શરુ કરી દીધી હતી. અચાનક ફિલ્મ છોડી દીધી.

Hera Pheri 3 Controversy : અક્ષય કુમારે બાબુ ભૈયાને મોકલી 25 કરોડની નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો
| Updated on: May 20, 2025 | 2:44 PM

હેરા ફેરી અને ફિર હેરા ફેરી બાદ ચાહકો ત્રીજા પાર્ટની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે, ચાહકોને હજુ પણ હેરાફેરી 3 માટે વધારે રાહ જોવી પડશે. થોડા દિવસ પહેલા આ ફિલ્મની જાહેરાત થઈ હતી. ત્યારે સુનીલ શેટ્ટી, અક્ષય કુમાર અને પરેશ રાવલની ત્રિપુટી આ ફિલ્મનો ભાગ હતી. હાલમાં પરેશ રાવલે જણાવ્યું કે, તે આ ફિલ્મનો ભાગ નથી. ચાહકો હજુ આ આઘાતમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે અક્ષય કુમારે પરેશ રાવલ સામે કાનૂની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો. અક્ષયે પરેશ રાવલને 25 કરોડ રૂપિયાની કાનૂની નોટિસ મોકલી છે.

પરેશ રાવલને નોટિસ ફટકારી

અક્ષય કુમારે પ્રોડક્શન હાઉસ કેપ ઓફ ગુડ ફિલ્મસ દ્વારા પરેશ રાવલને નોટિસ ફટકારી છે. રિપોર્ટ મુજબ પ્રોડક્શન હાઉસે પરેશ રાવલ પર અનપ્રોફેશનલ વ્યવ્હાર કરવાનો આરોપ લગાવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, પરેશ રાવલે હેરા ફેરી 3 માટે લીગલ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો અને શૂટિંગ પણ શરુ કરી દીધું હતુ. ત્યારબાદ અચાનક ફિલ્મ છોડી હતી. તેના આ નિર્ણયથી ફિલ્મને ખુબ મોટું નુકસાન થયું છે. ત્યારબાદ મેકર્સે 25 કરોડ રુપિયાના વળતરની માંગણી કરી છે.

 

 

અક્ષય કુમાર પ્રોડ્યુસ કરી રહ્યા છે ફિલ્મ

હેરા ફેરી 3ને અક્ષય કુમાર પોતાના ખર્ચા પર બનાવી રહ્યો છે. ટીવી 9ને સુત્રોએ જણાવ્યું કે, બોક્સ ઓફિસની હાલતને જોઈ અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસ કેપ ઓફ ધ ગુડ ફિલ્મે ખુદ પૈસા લગાવ્યા હતા અને હવે, એવું માનવામાં આવે છે કે પરેશ રાવલનું ફિલ્મમાંથી ખસી જવાથી તેમને સૌથી મોટું નુકસાન થઈ શકે છે.

અક્ષય કુમારનો જન્મ 9 સપ્ટેમ્બર 1967ના રોજ અમૃતસરમાં થયો હતો. થોડા સમય માટે તેનો પરિવાર જૂની દિલ્હીમાં રહ્યો, ત્યારબાદ આખો પરિવાર મુંબઈ શિફ્ટ થઈ ગયો. અક્ષય કુમારના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો