જયા પ્રદા (Jaya Prada) એક એવું નામ જેણે પોતાની ફિલ્મી કારકિર્દી ખૂબ જ નાની ઉંમરે શરૂ કરી હતી. જયા પ્રદા હિન્દી સિનેમાની સફળ અભિનેત્રી રહી છે. જો કે, આજે તે ફિલ્મોમાં સક્રિય નથી પરંતુ તેણે ઘણી ફિલ્મોમાં હિરોઈન તરીકે કામ કર્યું છે. વર્ષ 1994માં જયા પ્રદા તેમના નજીકના સાથી એનટી રામારાવના કહેવા પર તેલુગુ દેશમ પાર્ટીમાં (Telugu Desham Party) જોડાઈ હતી, પરંતુ તેઓ પછીથી પાર્ટી છોડીને યુપી ગયા અને સમાજવાદી પાર્ટીમાં જોડાયા. સમાજવાદી પાર્ટીમાં જોડાઈને જયા પ્રદા યુપીના રામપુરથી બે વખત સાંસદ બન્યા.
જયા પ્રદા પણ ભાજપમાં જોડાઈ હતી અને ત્યારપછી તેઓ રામપુરથી જ ચૂંટણી મેદાનમાં છે. જયા સમાજવાદી પાર્ટીના નેતા આઝમ કાના નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહે છે. આ સિવાય તે 1998થી 2004 સુધી રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. જયા પ્રદાનો જન્મ 3 એપ્રિલ 1962ના રોજ આંધ્રપ્રદેશના રાજમુન્દ્રીમાં થયો હતો. જયા પ્રદાના પિતા કૃષ્ણા રાવ તેલુગુ સિનેમા સાથે સંકળાયેલા હતા જ્યારે તેમની માતા ગૃહિણી હતી. જયા પ્રદાનો ઉછેર એક મધ્યમવર્ગીય હિંદુ પરિવારમાં થયો હતો.
જયા બચ્ચનને બાળપણથી જ ડાન્સ કરવાનો શોખ હતો. તે નૃત્યમાં સંપૂર્ણ રીતે પારંગત હતી. એકવાર જ્યારે તેણી તેની શાળાના વાર્ષિક સમારોહમાં ડાન્સ કરી રહી હતી, ત્યારે એક ફિલ્મ નિર્દેશકની નજર તેના પર પડી અને તેને જયા પ્રદાને તેની તેલુગુ ફિલ્મ ‘ભૂમિ કોસમ’માં ત્રણ મિનિટનો ડાન્સ નંબર ઓફર કર્યો અને અહીંથી જયા પ્રદાની ફિલ્મ કારકિર્દી શરૂ થઈ. આ પછી તેણે તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલમ, મરાઠી, બંગાળી, બહુભાષી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. આ સિવાય તેણે ટીવી પર આવનારા તેલુગુ ટોક શો ‘જયાપ્રદામ’માં પણ કામ કર્યું છે. ખાસ કરીને તેની ડાન્સ સ્કિલને ફિલ્મમાં મહત્વ આપવામાં આવ્યું છે.
17 વર્ષની નાની ઉંમરે જયા પ્રદા દક્ષિણ ભારતીય ફિલ્મોની મોટી સ્ટાર બની ગઈ હતી. કમલ હાસન, મોહન લાલ, રજનીકાંત અને અમિતાભ બચ્ચન જેવા મોટા સ્ટાર્સે જયા પ્રદા સાથે કામ કર્યું છે. જયા પ્રદાએ વર્ષ 1986 માં નિર્માતા શ્રીકાંત નાહટા સાથે લગ્ન કર્યા. જેઓ પહેલેથી જ પરિણીત હતા અને ત્રણ બાળકોના પિતા હતા. તે સમયે આ લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. તેને તેની ફિલ્મો માટે ઘણા એવોર્ડ મળ્યા છે. જયા પ્રદાને 3 વખત ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
જયા પ્રદાએ વર્ષ 1979માં ફિલ્મ ‘સરગમ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે એ સમયની બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મના શરૂઆતના દિવસોમાં તેને હિન્દી બોલવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેણે હિન્દી ભાષાને સારી રીતે જાણવા માટે હિન્દીની પ્રેક્ટિસ શરૂ કરી હતી. વર્ષ 1982માં દિગ્દર્શક કે. વિશ્વનાથે બોલિવૂડમાં ‘કામચોર’ ફિલ્મથી ફરી શરૂઆત કરી હતી.
જયા પ્રદા અને શ્રીદેવી એક સમયે એકબીજાના કટ્ટર હરીફ માનવામાં આવતા હતા. જયા ચેન્નાઈમાં પોતાના નામથી થિયેટર ગ્રૂપ પણ ચલાવે છે. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સત્યજીત રે જયા પ્રદાને વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાંની એક માનતા હતા.
આ પણ વાંચો: Happy Birthday: વિલનના પાત્રથી મળી ઓળખ, જાણો અભિનેતા પ્રકાશ રાજ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલ અને ભગવત માન સાથેની ખાસ મુલાકાત, જુઓ 10:30 વાગ્યે TV9 ગુજરાતી ચેનલ પર…